અરજી:વરસામેડીમાં બે કરોડની સરકારી જમીન પર મકાન, દુકાનો બની ગઇ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોટરી લખાણ અાધારે મોટી રકમમાં સોદા પણ થઇ ગયા
  • ​​​​​​​લેન્ડ ગ્રેબિંગ તળે ગુનો નોંધવા કલેક્ટર સમક્ષ અરજી

અંજાર તાલુકાના વરસામેડીમાં જંત્રી ભાવ મુજબ 2 કરોડની કિંમતી સરકારી જમીન પર દુકાનો, મકાનોનું બાંધકામ થયા બાદ તેનું નોટરી લખાણના અાધારે વેચાણ પર કરી દેવાતાં જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગ અેક્ટ તળે ગુનો નોંધવા કલેક્ટર સમક્ષ અરજી કરાઇ છે.ગામની સરકારી જમીન પર દુકાનો અને મકાનોના પાકા બાંધકામો થઇ ગયા છે. વધુમાં અા દુકાન અને મકાનો પૈકી અેક-અેક 7થી 8 લાખમાં માત્રને માત્ર નોટરી અેડવોકેટના લખાણના અાધારે વેચાણ પણ કરી દેવાયા છે.

અા મુદ્દે જે-તે સમયે મામલતદાર સમક્ષ રજૂઅાત કરાતાં તેમના દ્વારા પણ જવાબદારોને નોટિસ કરાઇ હતી પરંતુ ત્યારબાદ કોઇ જ કાર્યવાહી ન કરાઇ હોવાના અાક્ષેપ સાથે વરસામેડીના જગાભાઇ પચાણ રબારીઅે નોટરી અેડવોકેટ, દુકાનો, મકાનો વેચાણ લેનારા અને વેચનારા સહિત જવાબદાર તમામ સામે લેન્ડ ગ્રેબિંગ અેક્ટ તળે ગુનો નોંધવા અને તાત્કાલિક બાંધકામો તોડી પાડવાની માંગ સાથે કલેક્ટર સમક્ષ અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...