ભુજ તાલુકાના માધાપર ગામે વાડીમાં એલસીબીએ અને રવાપર ગામના સીમાડામાં પોલીસે પાડેલા જુગારના અલગ અલગ બે દરોડામાં 1,95,970ની રોકડ તથા 44,500ના 17 મોબાઇલ અને રૂપિયા 2.30 લાખના કાર સહિત 6 વાહનો મળીને કુલ રૂપિયા 5,70,470ના મુદામાલ સાથે 18 ખેલીઓ પકડાઇ ગયા હતા. જ્યારે માધપરના વાડી માલિક તેમજ રવાપરમાં જુગાર રમતો ભુજના શખ્સ સહિત 2 શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એલસીબીએ બુધવારે મધરાત્રે માધાપર ગંગેશ્વર રોડ પર ભુજોડીના પેથા ભાગા રબારીની કબજાની વાડીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમતા સામરાજસિંહ ગોપાલસિંહ ચૌહાણ, સમીર મોહનદાન ગઢવી, ખલીલુદીન મોહીનુદીન મનસૌર, અજીત મમુભાઇ મેવાતી, અબ્દુલ દાઉદ કુંભાર, શત્રૃશૈલ્યસિંહ હિતેન્દ્રસિંહ જેઠવા, રમેશ નારાણ આહિર, કલ્પેશ નારાણ આહિર, અશ્વીનસિંહ રાસુભા જાડેજા, જીગર હરીલાલ ઠકકર સહિત 10 જુગારીઓ રૂપિયા 1 લાખ 80 હજાર 400ની રોકડ રકમ તેમજ અઢી લાખના કાર સહિત 4 વાહનો અને 17 હજારના 7 મોબાઇલ સહિત 2,47,400ના મુદામાલ સાથે પકડાઇ ગયા હતા. પરંતુ પોલીસ રેડ દરમિયાન વાડી માલિક નાસી છુટ્યો હતો. તમામ જુગારીઓ વિરૂધ એલસીબીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
તો, બીજી તરફ બુધવારે સાંજે નખત્રાણા પોલીસે રવાપર ગામના સીમાડામાં દરોડો પાડ્યો હતો. જેમાં વાડીની બાજુમાં બાવડની ઝાડીઓમાં જુગાર રમતા મુસા દાઉદ પીંજારા, અબ્દરહેમાન આદમ પીંજારા, હમીદ રમજાન ખલીફા, અનવર આદમ પીંજારા, મોસીન હસણા ભજીર, ત્રીકમ શંકરલાલ જોષી, પ્રવિણ લખુભાઇ જોગી, આશીફ સલીમ કુંભાર સહિત આઠ જણાઓને રોકડ રૂપિયા 15,570, તેમજ 27,500ની કિંમતના 10 મોબાઇલ અને રૂપિયા 80 હજારના ત્રણ વાહનો સહિત 1,23,070ના મુદામાલ સાથે પકડી લીધા હતા. જ્યારે ભુજ અંજલીનગરમાં રહેતો દાઉદ ઇબ્રાહિમ કુમાર નામનો શખ્સ પોલીસેને થાપ આપી નાશી ગયો હતો. નખત્રાણા પોલીસે તમામ જુગારીઓ સામે ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી કરી છે.
લખપતના મોરગરમાં જુગાર રમતા 7 શખ્સ જબ્બે
લખપતના મોરગર ગામ નજીક બાવળની ઝાડીમાં તીન પતીનો જુગાર રમતા ગાંગજી ડાયા સીજુ, ખીમજી શીવજી ખંભુ, ભીમજી બુધા ખંભુ, મીઠુ આદમ નોતીયાર, હરજી નાથા બડીયા, નારાણભાઇ વાછીયાભાઇ સીજુ, હીરાભાઇ ગોપાલભાઇ ગોરડીયા સહિત સાત ખેલીઓ રૂપિયા 11,050, તેજમ 15 હજારના સાત મોબાઇલ, બાઇક, એક્ટિવા રૂપિયા 40 હજાર મળીને 66,050ના મુદામાલ સાથે પકડાઇ જતાં દયાપર પોલીસે જુગારીઓ સામે ગુનો નોંધ્યો હતો.
ગાંધીધામમાં 5 જુગારી 39 હજાર રોકડ સાથે જબ્બે
ગાંધીધામના જુની સુંદરપુરી વિસ્તારના નવરાત્રી ચોક પાછળ ખુલ્લામાં અમુક ઇસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે એ-ડિવિઝન પોલીસ મથકની ટીમે ત્યાં દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા ગજેન્દ્રસિંહ કનુભા જાડેજા, ખીમજી રામજી જીંજક, હરેશ બીજલ થારૂ, વિજય લક્ષ્મણ પીંગોલ અને અહેમદરજાક જુસબ આગરિયાને રૂ.39,700 રોકડ અને 4 મોબાઇલ સહિત કુલ રૂ.79,700 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. જોકે આ દરોડા દરમિયાન રજાક (કુકડી), રવજી ધેડા, સલીમ કુરેશી અને સમીર રાયમા ફરાર થઇ ગયા હતા.
નાના કપાયામાં 4000ની રોકડ સાથે 4 પકડાયા
મુન્દ્રા-તાલુકાના નાના કપાયા ગામે ભરતભાઈના રૂમની બહાર ખુલ્લામાં તીનપતીનો જુગાર રમતા પીન્ટુ શ્રીરામ ઉરાવ,પરદેશી મુનિવર ભુરૈયા,સન્નીકુમાર સુરેશ ઉરાવ અને રતનઘર ઉરાવ (રહે સર્વે હાલ નાના કપાયા-મૂળ ઝારખંડ)નામના ચાર ઈસમોને રૂપિયા 4,100ની રોકડ સાથે મુન્દ્રા પોલીસે ઝડપી પાડી ચારેય વિરૂધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.