શ્રાવણના પ્રથમ દિવસે પશ્ચિમ કચ્છમાં ભુજ, મીરજાપર, નખત્રાણા તાલુકાના વિથોણ મથલમાં જુગારના અલગ અલગ 4 દરોડામાં 8 મહિલા સહિત 27 ખેલીઓ રોકડ, મોબાઇલ મળીને કુલ 1,00,760ના મુદામાલ સાથે ઝડપાઇ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજ નજીકના મીરજાપર ખાતે મેહુલપાર્કની બાજુમાં કોલીવાસમાં રહેતા શાંતિ કોલીના ઘરમાં એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને તીન પતીનો જુગાર રમતા શાંતિ હાસમ કોલી, રવજી વિશ્વામ કોલી, ભુપેનપુરી ભોજપુરી ગોસ્વામી, શામજી ભીખા કોલી, દિપક હુશેન કોલી, કિશન હુશેન કોલી, ભીમજી સામત કોલી, સુલતાન જરાદ નોડે, કરીમ જુમા નોતીયાર સહિત નવ શખ્સને રોકડ રૂપિયા 46,010 તથા રૂપિયા 21,500ની કિંમતના 7 મોબાઇલ મળી રૂપિયા 67,510ના મુદામાલ સાથે પકડી લીધા હતા.
તો બીજી તરફ ભુજમાં મચ્છીયારા ફળિયામાં હમીદાબેન જુસબ છરેચા નામની મહિલાના ઘરમાં દરોડો પાડીને જુગાર રમતા હમીદાબેન, જુબેદાબેન ઉમર કેવર, કુલસુમબાઇ ઇસ્માઇલ સંઘાર, સહેનાઝ અનવર છારેચા, આબેદાબેન અનવર છારેચા, જુબેદા જમિલહુશેન છારેચા, રૂકિયાબેન ઇસ્માઇલ સમેજા, હલીમાબેન જુસબ સુમરા, હારૂન મામદ માણેક સહિત નવ જણાઓને ઝડપી પાડ્યા હતા. તેમના કબજામાંથી રોકડ રૂપિયા 11,220 કબજે લઇ તમામ વિરૂધ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.
પારકરવાંઢમાંથી 6 જુગારી 31 હજાર સાથે પકડાયા
પારકરવાંઢમાં દરોડો પાડી ગંજી પાના વડે જુગાર રમી રહેલા સુરાભાઇ હરીભાઇ ગોહીલ, જગાભાઇ સામતાભાઇ કણબી, ભીમાભાઇ કરમશીભાઇ કોલી, નાનજીભાઇ ગણેશાભાઇ મદાત, દિલાવરસિંહ પ્રવિણસિંહ વાઘેલા અને ગોવિંદભાઇ વાલાભાઇ ગોહીલને રૂ.31,400 રોકડ, રૂ.18,300 ની કિંમતના 4 મોબાઇલ અને રૂ.20,000 ની કિંમતની બે બાઇક સહિત કુલ રૂ.69,700 ના મુદ્દામાલ સાથે પકડી તેમના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
વિથોણમાં જુગાર રમતા 4 જણા પોલીસની ઝપેટે ચડ્યા
નખત્રાણા તાલુકાના વિથોણ ગામની સીમમાં અબ્દુલ ઇબ્રાહિમ રાયમા, મામદહુશેન ઇસ્માઇલ મીયાજી, પારસ વિનોદભાઇ વાણંદ, પ્રેમજીભાઇ ડાયાભાઇ બુચીયાને પકડી લીધા હતા. તેમના કબજામાંથી રૂપિયા 3,330ની રોકડ રકમ તેમજ રૂપિયા 10,500ની કિંમતના ત્રણ મોબાઇલ સહિત કુલ 13,830નો મુદામાલ કબજે કરી નખત્રાણા પોલીસે ગુનો નોંધ્યો હતો.
મથલમાં ધાણીપાસાનો દાવ ખેલતાં 5 પકડાયા
નખત્રાણા તાલુકાના મથલ ગામે ખુલ્લી જગ્યાએ ધાણી પાસાનો જુગાર રમતા ગુલામ હુશેન દાઉદ ચાકી, જુમા અલીમામદ કુંભાર, રઝાક અલીમામદ કુંભાર, આદમ ઇસ્માઇલ સમા, અને રમજાન સંઘાર સહિત પાંચ ખેલીઓને રૂપિયા4,200ની રોકડ તેમજ 4 હજારના ત્રણ મોબાઇલ મળી 8,200ના મુદામાલ સાથે પકડી પાંચેય સામે નખત્રાણા પોલીસે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.