સ્મૃતિ:વર્ષ 2018માં નખત્રાણાના સેવા કેમ્પમાં આવી નટુકાકાએ પદયાત્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો

ભુજ,અંજાર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હમ દિલ દે ચૂકે સનમના શૂટિંગમાં ભાગ લેવા આવ્યા હતા
  • ​​​​​​​નટુકાકા તરીકે ફેમસ થયા તે પહેલાં પણ કચ્છમાં ઘણી ભવાઈઓ કરી ચૂક્યા છે ઘનશ્યામ નાયક

તારક મહેતા ઉલ્ટા ચશ્મા થકી નટુકાકા તરીકે પ્રખ્યાત કલાકાર ઘનશ્યામભાઈ નાયકનું કેન્સરની બીમારીથી નિધન થતાં તેમના કચ્છના કાર્યક્રમોની યાદી સપાટી પર આવી છે.તેઓ નખત્રાણામાં થતાં માતાના મઢ પદયાત્રીઓના ભાભર કેમ્પમાં વર્ષ 2018માં આવ્યા હતા. તેમની સાથે તારક મહેતા સિરિયલમાં બાઘા બનતા તન્મય વેકરીયા અને અન્ય બે પાત્રોએ પણ માતાના મઢ જતા પદયાત્રીઓનો ઉત્સાહ વધારવા માટે 30 મિનિટનો કાર્યક્રમ કર્યો હતો.

2018માં જ ઓગસ્ટ માસમાં નટુકાકા ગાંધીધામમાં આવ્યા હતા અને કરાટે હરીફાઈના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રહ્યા હતા. જ્યાં તેમણે “લાંબો ડગલો સુંઠ વાળો” ભવાઈ બોલી હતી. જ્યારે ગાંધીધામ આવ્યા ત્યારે અંજારના સાગરભાઈ જોશીએ તેમને ગાંધીધામમાં આવેલી બિન હરીફની દાબેલી અને અંજારના મામાના જલેબી-ગાંઠિયા ખવડાવ્યા હતા.

જે તેમને ખૂબ પસંદ પડ્યા હતા. આ ઉપરાંત સતત 2 દિવસ સાથે રહી સમગ્ર કચ્છના દર્શન પણ કરાવ્યા હતા. જે દરમ્યાન નટુકાકાએ કચ્છ તેમને ખૂબ જ પ્રિય છે તેવી વાત પણ કરી હતી. નટુકાકા એકદમ સરળ સ્વભાવના હતા. ગાંધીધામમાં આયોજિત કાર્યક્રમ દરમ્યાન લગભગ 2 કલાક સુધી બાળકો સાથે તેમણે સેલ્ફી લીધી હતી. જે દરમ્યાન તેમણે એક વાર પણ ઉતાવળ કરી ન હતી.

77 વર્ષીય ઘનશ્યામભાઇ તારક મહેતા સિરિયલના જન્મ પહેલાં અનેક વખત કચ્છ આવી ચુક્યા છે અને અનેક ગામડામાં ભવાઈઓ પણ કરેલી છે. 1999માં રિલીઝ થયેલી સલમાન ખાન અભિનીત હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મના શૂટિંગ વેળાએ પણ તેઓ કચ્છ આવ્યા હતા. આ મુવીમાં તેમનો નાનકડો રોલ હતો.

અન્ય સમાચારો પણ છે...