પૂર્વ-પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવોમાં બે યુવાન અને એક પરિણીતાએ ફાસો ખાઇ જીવનનો અંત આપી દીધો છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના હરસિધ્ધિનગરમાં રહેતા હેમલભાઇ અમૃતલાલ ચૌહણ (ઉ.વ.40)એ મંગળવારે સાંજે પોતાના ઘરના રૂમમાં લોખંડની આડી પર સાડીનો છેડો બાંધી આત્મહત્યા કરી લીધી હતી.
બનાવ અંગે હતભાગીના માતા ઇલાબેન અમૃતલાલ ચૌહાણે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. હતભાગીના માતાએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર હેમલ બીમાર રહેતો હતો. અને સાંજે ઘરે આવ્યા બાદ રૂમ અંદરથી બંધ કરી નાખ્યો હતો. આસ પાસના લોકોને બોલાવીને રૂમનો દરવાજાનો નકુચો તોડી અંદર જોતાં તેમના પુત્ર હેમલને લટકતી હાલતમાં જોયો હતો. બે માસ પૂર્વે નાના ભાઇ નિશાંતનું મૃત્યુ થયું હોઇ મોટો પુત્ર હેમલ તેના વિયોગમાં રહેતો હતો. પીએસઆઇ થોમશે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.
તો, બીજી તરફ મુન્દ્રા તાલુકાના નાના કપાયા મુકામે 28/3 ની રાત્રી થી સવારના દસ વાગ્યાના સમયગાળા વચ્ચે વાડી માં છૂટક મજૂરી કામ કરતા ક્રિષ્નારામ ખાખરારામ બિશ્નોઇ (ઉ.વ.38 રહે નાના કપાયા વાળી વિસ્તાર તા મુન્દ્રા મૂળ રાજસ્થાન)નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવાદોરી સંકેલી લીધી હતી. બનાવ સંબધિત તપાસ મુન્દ્રા પોલીસ મથકના પીઆઇ હાર્દિક ત્રિવેદીએ હાથ ધરી છે.
ગાંધીધામના નવી સુંદરપુરી ખાતે રહેતા 25 વર્ષીય વનિતાબેન પ્રકાસભાઇ મહેશ્વરી નામના પરિણીતા મંગળવારે બપોરે પોણા ચાર વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળે ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. હતભાગી મહિલાને પડોશી જીવરાજભાઇ મહેશ્વરી રામબાગ લઇને ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી આ બાબતે પોલીસને જાણ કરી હતી.
મૃતક પરિણીતાનો લગ્નગાળો 7 વર્ષનો અને સંતાનમાં એક દિકરી હોવાનું જણાવી સાસુ-સસરા સાથે રહેતા હોવાનું જણાવતાં આ પરિણિતાએ કયા કારણોસર અંતિમ પગલું ભરી લીધું તેનું કારણ જાણવા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.પી.ગોસ્વામીએ વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.