તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:આહીરપટ્ટીના ગામડામાં મંજૂરી વિના ટ્રેપ કેમેરા ગોઠવાતા હોબાળો

ભુજ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીધામના કહેવાતા ફોટોગ્રાફરની વનવિભાગ દ્વારા આકરી પૂછપરછ
 • કાયદા જાણકારોના મતે આ ગેરકાયદેસર કૃત્યથી શિકારની પણ ભીતિ

ભુજ તાલુકાની આહીરપટ્ટીના ગ્રામ્યવિસ્તારમાં ગાંધીધામના એક કહેવાતા ફોટોગ્રાફરે વન્યજીવોના વિસ્તારમાં ટ્રેપ કેમેરા લગાવી વિડીયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતા વાયરલ થયા હતા,આ ગુન્હાહિત કૃત્યના આધારે વનવિભાગને બાતમી મળતા ઈસમની આકરી પૂછપરછ પણ આદરાઈ હતી.

આરએફઓ કે,બી ભરવાડે આ મુદ્દે ભાસ્કરથી વાત કરતા કહ્યું કે,ટ્રેપ કેમેરા લગાડનાર વ્યક્તિની વનતંત્રએ પૂછપરછ કરી છે અને વધુ તપાસ આદરાઈ છે.ત્યારબાદ ગુન્હો સાબિત થયેથી કાયદાકીય પગલાં ભરાશે. દીપડા અને વિજુ સહિતના દુર્લભ વન્યજીવોના ટ્રેપ કેમેરા વિડીયો અને ફોટો વનવિભાગને હાથે લાગ્યા છે. વનવિભાગની મંજૂરી વગર વન્યપ્રાણી ક્ષેત્રમાં ટ્રેપ કેમેરા લગાવવા તે ગુન્હો બને છે તેમ કાયદાના તજજ્ઞ મનીષભાઈ વૈદ્યે જણાવ્યું હતું. આ કેસમાં ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ અને વાઇલ્ડલાઇફ પ્રોટેશન એક્ટ હેઠળ ગુન્હો બની શકે છે.

DCFની મંજૂરી વગર વનક્ષેત્રમાં પ્રવેશ ન કરી શકાય : CCF, વાઇલ્ડલાઇફ ક્રાઇમ
આ મુદ્દે ગાંધીનગર સ્થિત વાઇલ્ડલાઇફ ક્રાઇમના સીસીએફ વી.જે રાણાએ જણાવ્યું કે,આરક્ષિત વનક્ષેત્ર અને અભયારણ્ય વિસ્તારમાં નાયબ વનસંરક્ષકની પરવાનગી વગર ટ્રેપ કેમેરા લગાવવા ગુન્હો બને છે.જો કે આ વિસ્તારમાં પ્રવેશ માટે પણ ડીસીએફની મંજૂરીની જરૂર પડે છે.

સોશિયલ મીડિયામાં વાહવાહી મેળવવા કૃત્ય
મનીષ વૈધે વધુમાં ઉમેર્યું કે,ટ્રેપ ગોઠવીને સોશ્યલ મીડિયામાં વાહવાહી કરવી સ્થાનિકે વન્યજીવો માટે ઘાતક સાબિત થઇ શકે છે,કારણ કે આવા સ્થળોએ શિકારની સંભાવના પણ વધી જાય છે.જેથી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ હેઠળ પણ આ ગુન્હો બને છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો