• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • In The Taluka Panchayat, The Proposal To Correct The Words In The Proposed Works Of The 15th Finance Commission Was Returned

ભલામણનો દોર શરૂ:તાલુકા પંચાયતમાં 15મા નાણાપંચના સૂચિત કામોમાં શબ્દો સુધારવા દરખાસ્ત પરત આવી

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ તાલુકા પંચાયતમાં સભ્યોએ ફેરફાર કરવાની તક ઝડપી લીધી
  • વિકાસ કામોના​​​​​​​ સ્થળ વ્યક્તિગત નામોથી ન મોકલવા સૂચના

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામોની દરખાસ્તનો વિવાદ માંડ સમ્યો હતો. પરંતુ, ભુજ તાલુકા પંચાયતે મોકલેલા વિકાસ કામોના સ્થળ વ્યક્તિગત નામોથી ન મોકલવાની સૂચના સાથે દરખાસ્ત પરત અાવી છે, જેથી ચૂંટાયેલા સદસ્યોઅે તક જડપી લીધી છે અને કામોમાં પણ ફેરફાર કરવા ભલામણોનો દોર શરૂ થઈ ગયો છે.

14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી 100 ટકા રકમ ગ્રામ પંચાયતોને ફાળવાતી હતી. પરંતુ, 15માં નાણાપંચમાં 70 ટકા ગ્રામ પંચાયત, 20 ટકા તાલુકા પંચાયત અને 10 ટકા જિલ્લા પંચાયતને ફાળવવાની જોગવાઈ કરવામાં અાવી છે. પરંતુ, રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ખર્ચવાની શરત રખાઈ છે, જેથી વિકાસ કામો મુદ્દે ચૂંટાયેલા લોક પ્રતિનિધિઅો અને વહીવટી અધિકારીઅો વચ્ચે વિવાદ થયો હતો. છેવટે જિલ્લા ભાજપ પ્રમુખ કેસુભાઈ પટેલ હરકતમાં અાવ્યા બાદ સંકલનથી સર્વસંમતિ સધાઈ હતી, જેથી ભુજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બહાલી અપાઈ ગઈ હતી. પરંતુ, ભુજ તાલુકા પંચાયતે સામાન્ય સભામાં બહાલ કરી મોકલેલી દરખાસ્ત જિલ્લા પંચાયતે વિકાસ કામોના સ્થળના ઉલ્લેખમાં વ્યક્તિગત નામો ન રાખવાની સૂચના સાથે પરત મોકલી છે, જેથી ફરી ઠેબે ચડી છે.

જોકે, ચૂંટાયેલા સદસ્યોઅે અેને તક સમજીને ત્યારે ઉતાવળે લેવાયેલા કામોને બદલે અન્ય કામો સમાવવા ભલામણોનો દોર શરૂ કરી દીધો છે, જેથી ફરીથી સામાન્ય સભામાં મંજુરી સાથે મોકલવામાં અાવે અેવી શક્યતા સર્જાઈ છે. અામ, 15માં નાણાપંચની ગ્રાન્ટની રકમ ખર્ચવાની શરતો અને જોગવાઈને કારણે સમગ્ર કામગીરી વિલંબમાં મૂકાઈ ગઈ છે. જેને કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપરાંત વહીવટી અધિકારીઅોની અણઅાવડત ગણવા વિપક્ષને તક મળી ગઈ છે. પરંતુ, નબળો વિપક્ષ અે તકને જડપી શકે છે કે કેમ અે અેક પ્રશ્ન થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...