પહેલુ નોરતું:કચ્છના શેરી ગરબાઓમાં જોવા મળશે મેગા નવરાત્રિમાં ઝૂમતા હતા તે ખૈલેયાઓ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાની મંજૂરી ન મળતાં ખૈલેયાઓ શેરી ગરબામાં રમઝટ બોલાવશે

આસો સુદ એકમથી અશ્વિન નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ ચુક્યો છે. ભાવિકોએ નવદુર્ગાની પૂજા આરતી માટે ઘર અને ફળિયામાં ગરબાની સ્થાપના પુરા ભક્તિભાવ સાથે કરી દીધી છે. માં જગદંબાની આરાધના માટે સૌ કોઈ ઉત્સાહિત છે તો નવરાત્રિ દરમિયાન શેરી મંડળ આયોજિત ગરબીઓમાં દાંડિયારાસ અને ગરબે ઝૂમવા આતુર થનગની રહ્યા છે. ખાસ કરીને પાર્ટી પ્લોટમાં યોજાતી કોમર્શિયલ મેગા નવરાત્રિ મહોત્સવમાં જે પ્રાદેશિક સાંજ શણગારના પરિધાન સાથે આધુનિક ગરબે ખૈલેયા ઝૂમતા હતા એ આ વખતે શેરી ગરબીમાં ઝૂમતા જોવા મળશે એ પણ વિનામૂલ્યે.

આ પ્રકારના ગરબાના અવનવા સ્ટેપ શીખતાં ગ્રુપ હાલ ભુજ અને ગાંધીધામ ખાતે જોવા મળી રહ્યા છે. ભુજમાં રિધમ ડાન્સ કલાસ ચલાવતા જતીન યાદવ દ્વારા નવરાત્રિમાં ગરબા સ્ટેપની પ્રેક્ટિસ ખૈલેયાઓને કરાવવામાં આવી હતી.આજ પ્રકારના ગરબા સ્ટેપ શીખવવાનું ગાંધીધામ ખાતે પણ ચાલુ છે.

ગઈકાલે ભુજના આશાપુરા મંદિરમાં સાંજે 6.30 વાગ્યે જ્યારે માતાના મઢ ખાતે રાત્રે 8.30 વાગ્યા બાદ મંદિરના મહંત યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપન થયા બાદ આસો નવરાત્રિનો પ્રારંભ જિલ્લાભરમાં થયો હતો. જ્યારે શેરી ગરબીઓની શરૂઆત આજ રાતથી થશે પરંતુ માતાના મઢથી 11 કિલોમીટર દુર લખપતના દયાપરમાં કાલ રાતથીજ ઘટ સ્થાપન બાદ શેરી ગરબાની રમઝટ શરૂ થઈ ગઈ હતી. જેમાં જય માતાજી મિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રિ ગ્રામ જનોના સહકારથી યોજાઈ રહી છે. પ્રથમ દિવસેજ ભાઈઓ અને બહેનોએ રાસ રમી માતાજીના ગરબાના તાલે ઝુમ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...