તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં આપઘાત બનાવો રોજીંદા બન્યા છે. નાની વાત પરથી સહનશક્તિના અભાવે અાત્મઘાતી પગલું ભરી લેવાના કિસ્સો સામે અાવી રહયા છે અાવો જ અેક બનાવ માંડવી તાલુકાના નાની ખાખર ગામે બન્યો છે. માતા વિણોહા પુત્રને બાપે કામ કાજ માટે ઠપકો અાપતાં અાવેશમાં અાવીને પુત્રઅે ગળે ફાંસો ખાઇ અાપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ બનાવ શુક્રવારે બપોરે ચાર વાગ્યા પહેલા માંડવી તાલુકાના નાની ખાખર ગામે રહેતા 17 વર્ષીય વિનોદ સામત મહેશ્વરીને તેના પિતાએ કામકાજ બાબતે ઠપકો આપ્યો હતો. જેનું મનમાં લાગી આવતા હતભાગીએ પોતાના ઘરે પંખામાં દુપટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવનનો અંત અાંણી દીધો હતો. પુત્રના અાપઘાતથી પિતા સહિત સગાસબંધિઅોમાં અરેરાટી સાથે શોકનું વાતાવરણ ફેલાઇ ગયું હતું. માંડવી પોલીસે બનાવની નોંધ લઇ અાગળની તપાસ પીઅેસઅાઇ અેમ.અેચ.પટેલે હાથ ધરી છે. તપાસનીશ અધિકારીના જણાવ્યા પ્રમાણે હતભાગી થોડો તામસી સ્વભાવનો હોવાનું અને તેની માતાનું અગાઉ મૃત્યુ થયું હોવાથી બાપ-દિકરો અેકલા રહેતા હતા. દરમિયાન દિકરો કામ કાજ કરતો ન હોવાથી પિતાઅે કામકાજ કરવાનું કહેતાં જેનું મનપર લાગી અાવવાથી અાત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે અાવ્યું છે. હજુ પોલીસ તપાસ ચાલુ છે.
નખત્રણાના બેરૂ રોડ પર વીજ ડીપીને અડી જતાં નવ વર્ષના બાળકનું મોત નીપજ્યું
નખત્રાણાના બુરૂ રોડ પર પોલીસ લાઇનની બાજુમાં આવેલ ઇલેકટ્રીક ડીપી પાસે જયેશ દામજીભાઇ કોલી (ઉ.વ.9)નો સહિત ત્રણ બાળકો શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં રમતા હતા. જેમાં જયેશ ઇલેકટ્રીક ડીપીને અડી જતાં તેને વિજ અાંચકો લાગ્યો હતો. ઘાયલ બાળકને સારવાર માટે તાત્કાલિક ભુજ જી.કે. જનરલમાં દાખલ કરાવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન રાત્રીના બાર વાગ્યે બાળકે દમ તોડ્યો હતો. બાળકના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. નખત્રાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.