કોરોના અપડેટ:શહેરમાં વધુ એક લશ્કરી જવાન કોરોનાની ઝપેટમાં

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ બે કેસ સાથે 5 દર્દીઓને અપાઈ રજા

કચ્છમાં મંગળવારે કોરોનાના વધુ બે પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેમાં ભુજ શહેર અને નખત્રાણા તાલુકામાં એક એક વ્યક્તિને કોવિડનું સંક્રમણ લાગ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, ભુજ શહેરમાં લશ્કરી જવાનને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે.બે દિવસ પૂર્વે પણ અહીં બે વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હતો ત્યારે કોન્ટેકટ ટ્રેસિંગ દરમિયાન નવો કેસ સામે આવ્યો છે.

આ તરફ નખત્રાણા તાલુકામાં પણ કોરોનાની હાજરી નોંધાઇ છે.તાજેતરમાં અંગીયા ગામે કેસ નોંધાયા બાદ આ બીજો કેસ છે.આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા વધુ 5 દર્દી સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી હતી. જેમાં ગાંધીધામના 3 અને ભુજના 2 દર્દીનો સમાવેશ થાય છે.જેથી એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11 થઈ છે.ઉપરાંત મતગણતરીનો દિવસ હોવાથી ગામે ગામથી લોકો તાલુકા મથકે હાજર રહ્યા હતા જેથી રસીકરણ ઘટીને 7928 નોંધાયુ હતું.હાલમાં જ્યારે ઠંડીની સીઝનમાં કેસો વધી રહ્યા છે ત્યારે લોકો માસ્ક પહેરીને રાખે તે જરૂરી બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...