તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતી:કચ્છના મનફરા નજીક આવેલા શાંતિ નિકેતન વસાહતમાં કોરોના ગાઇડલાઇનના પાલનથી એક પણ કેસ નથી

ભુજ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શાંતિ નિકેતનમાં 800 બંગલાઓમાં હાલ 100 જેટલા આવસોમાં લોકો રહે છે
 • ઘટાદાર વૃક્ષો અને ઔષધિવન કોરોના અટકાવમાં મદદરૂપ સાબિત થયા

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા મનફરા ગામ પાસેના શાંતિ નિકેતન વસાહતમાં મુખત્વે જૈન સમાજના વડીલ લોકોનો વસવાટ છે. 800 બંગલાઓમાં હાલ 100 જેટલા આવસોમાં લોકો રહે છે. તેની સાથે 150 જેટલા નાના મોટા સ્ટાફના લોકો પણ રહે છે. ત્યારે કચ્છના એવા કોઈ ગામ કે વાંઢ નહીં હોય કે જ્યાં કોરોના દર્દીઓની હાજરી નહીં હોય, પરંતુ શાંતિ નિકેતનમાં હાલ એક પણ વ્યક્તિ કોવિડ રોગમાં સામેલ નથી. તેની પાછળ રહેલી સાવચેતી જાણવા જેવી છે.

ઘટાદાર વૃક્ષો અને ઔષધિવન કોરોના અટકાવમાં મદદરૂપ
ઘટાદાર વૃક્ષો અને ઔષધિવન કોરોના અટકાવમાં મદદરૂપ

કચ્છમાં આવેલા 2001ના વિનાશક ભૂંકમમાં આ વિસ્તાર જિલ્લામાં સૌથી વધુ અસર પામ્યો હતો, એ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધરાવતું ચોબારી ગામ મનફરાથી માત્ર 7 કિ.મી. દૂર હતું. જેમાં સંપૂર્ણ ગામ નષ્ટ થતા 2004માં જૈન સમાજના લોકો માટે આ શાંતિ નિકેતન સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત સરકારની પ્રથમ વિડીયો કોન્ફ્રન્સ દ્વારા આ વસાહતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

હાલ સમગ્ર દેશ દુનિયાની સાથે કચ્છમાં પણ કોરોના મહામારી બેકાબુ બની છે. ત્યારે શાંતિ નિકેતન ખાતે રહેતા જૈન ઓસવાળ સમાજના વડીલો આશ્રયજનક રીતે તેમાંથી બાકાત રહેવા પામ્યા છે. તેનું કારણ છે અહીં સાવચેતીના તમામ નિયમોનું ચુસ્તપણે થઈ રહેલું પાલન અને ચારે તરફ હજારોની સંખ્યામાં શોભતા ઘટાદાર વૃક્ષો છે. એવું વિશા ઓસવાળ જૈન સમાજના પ્રમુખ જેન્તીભાઈ વોરાએ જણાવ્યું હતું.

ચોમાસાની ઋતુમાં પણ એક હજાર વૃક્ષનો ઉછેર કરવામાં આવશે
ચોમાસાની ઋતુમાં પણ એક હજાર વૃક્ષનો ઉછેર કરવામાં આવશે

વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, સંકુલમાં કોઈ પણ વ્યક્તિને ટેમરેચર ગનથી ચેક કર્યા વગર પ્રવેશ આપતો નથી. સ્ટાફના કર્મચારીઓ, કચેરીના વ્યવસ્થાપકો અને રહેવાસીઓ કાયમ માસ્ક પહેરીનેજ કામ કરે છે. તેમજ આવતા જતા કચેરી ગેટ પાસે અચૂક હાથને સેનેટાઈઝ પણ કરે છે. સરકારની કોરોના માર્ગદર્શિકાની ચુસ્ત અમલવારી સાથે હજારો વૃક્ષો દ્વારા મળતો કુદરતી ઓક્સિજન કોરોના બીમારીથી બચવા ખૂબ ઉપીયોગી સાબિત થયા છે. દર સલની જેમ આ ચોમાસાની ઋતુમાં પણ એક હજાર વૃક્ષનો ઉછેર કરવામાં આવશે.

સંકુલ અંદર ખાસ ઔષધિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગાળો, અરડૂસી, ચા પતિ, દેશી વનસ્પતિ સહિત અનેક છોડનું ઉછેર કરવામાં આવ્યું છે. જેનો ઉપીયોગ હાલની સ્થિતિમાં ખૂબ ફાયદાકારક રહ્યો છે. જે સ્થાનિક સાથે આસપાસથી આવતા જરૂરતમંદ લોકોને પણ આપવામાં આવે છે. એવું રતનસીભાઈ બોરીચાએ કહ્યું હતું. આ માટે ખાસ જૂનાગઢથી ઔષધીય વનસ્પતિના રોપાઓ લાવવામાં આવ્યા છે. જેનું વાવેતર અહીં કરવામાં આવ્યું છે.

આમ યોગ્ય સમજદારી અને કુદરતી વાતાવરણ મહામારીને પણ સામાન્ય બનાવી શકે છે, એવું ચિત્ર આ સંકુલને જોતા મનમાં ઉદભવે છે. માટે કુદરતી ઓક્સિજન મેળવવા વૃક્ષારોપણ અને તેની યોગ્ય માવજતથી કૃતિમ ઓક્સિજન લેવાથી બચી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો