કોરોના વોરિયર્સ:નાના અંગીયાની ડોક્ટર વાપીમાં કોરોના વોરિયર્સ તરીકે સેવામાં

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાના અંગીયા ગામની સરકારી પ્રાથમિક શાળા અને ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરનાર ડો.માલાબેન ગઢવી કોરોના વોરિયર તરીકે વાપી ખાતે કેન્દ્ર સરકારની ઇએસઆઇસી હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. ભુજની અદાણી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવનાર ડો.માલા કહે છે કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી, માત્ર સામાજિક અંતર જાળવવાની અને કોરોના અંગે જાગૃતિ વધારવાની જરૂર છે.

લોકો આરોગ્ય વિભાગની સમયાંતરે જાહેર થતી માર્ગદર્શિકાનું પાલન કરીને વહીવટીતંત્રને સહકાર આપે, બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે અને પોતાની જવાબદારી બજાવે તો આ રોગને ચોક્કસ નિયંત્રણમાં લઈ શકાશે. તેમના માતા આશાબેન અને પિતા આઇદાન ગઢવીએ દીકરીને પ્રગતિના પથ પર હંમેશા ટેકો આપ્યો છે. ગામના વિવિધ મંડળો, શાળા પરિવાર તથા સમાજના અગ્રણીઓએ તેમની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...