તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ શરૂ:કચ્છની શાળાઓમાં ધો. 6થી 8ના છાત્રોનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • {આરોગ્ય ચકાસણી સાથે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ અપાયો

કોરોનાનું સંક્રમણ નહિવત થઇ જતાં રાજ્યની સાથે કચ્છમાં પણ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપવાનો આરંભ કરાયો હતો. સરકારની માર્ગદર્શિકાને અનુસરીને શાળાઓમાં શિક્ષણ કાર્ય પુન: ધમધમ્યું હતું. વર્ગખંડમાં પ્રવેશ પૂર્વે છાત્રોને તાવ છે કે કેમ તેની ચકાસણી કરાઇ હતી તેમજ હાથને સેનિટાઇઝ કરાયા હતા. ખાવડા કુમાર શાળા ખાતે ગાઇડલાઇનના પાલન સાથે શરૂ થયેલા વર્ગોમાં હાજર રહેલા વિદ્યાર્થીઓમા લાંબા સમય પછી શાળામાં આવ્યાનો ઉત્સાહ જણાતો હતો.

સામત્રામાં વાલીઓના હકારાત્મક પ્રતિસાદ સાથે વિદ્યાર્થીઓ શાળાએ આવતા કોવિડ પૂર્વેનો ધમધમાટ પુન: જીવંત બન્યો હતો. નખત્રાણા તાલુકાના ચાવડકા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓએ સહમતી આપીને પુનઃ શિક્ષણ મેળવવા કટીબદ્ધ બન્યા હતા. આચાર્ય અશોક પાટીલ અને એસ.એમ.સી. ના અધ્યક્ષ કાળુભા જાડેજાના જણાવ્યા મુજબ વર્ગખંડને સેનિટાઇઝકર્યા બાદ આરોગ્ય વિભાગના કર્મચારીએ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરી હતી.

નખત્રાણા તાલુકાના નેત્રામા પ્રાથમિક કુમાર અને કન્યા શાળા ખાતે શાળા અને એસએમસી પરિવાર તેમજ મુસ્લિમ યુવા સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. એસએમસીના અધ્યક્ષ મામદ કુંભાર, ગ્રામ પંચાયતના સભ્ય હારુન કુંભાર, અબ્બાસ કુંભારે બાળકોને મોં મીઠું કરાવ્યું હતું. આચાર્ય આર. કે. પરમારે યુવા સમિતિની સેવાને બિરદાવી હતી. સાગર સુથારે સરકારી માર્ગદર્શિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું.નલિયાની કુમાર શાળા નં. 2માં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવ્યા હતા. આચાર્ય કે. ડી. મહેશ્વરી, રમિલાબેન, હમીદાબેન, પ્રિયંકાબેન, કોમલબેન સહિતના શિક્ષકોએ છાત્રોને આવકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...