લાયાસન્સ પ્રક્રિયા:RTOના કાગળોમાં એક માસની મુદ્દત વધી પણ અધુરાશ નહીંવત

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગના વાહન માલિકોએ ટેક્સ, વીમા, પાસિંગ રેગ્યુલર કરાવી લીધા
  • કોરોના મહામારીને કારણે 31મી સુધીની અવધિમાં એક માસની મર્યાદા વધારાઇ

કોરોના મહામારીમાં અાર.ટી.અો. કચેરીમાં લોકોના ટોળા અેકત્ર ન થાય અને ભીડ અટકાવવા માટે સરકાર તરફથી વાહનના સાધનીક કાગળોમાં 31મી અોક્ટોબર સુધીની મુદ્દત વધારાઇ છે. જો કે કચ્છના મોટાભાગના વાહન માલિકોઅે ટેક્સ, પાસિંગ અને વીમા, પીયુસી રેગ્યુલર કરાવી લીધા છે. સરકાર તરફથી મર્યાદા વધારાઇ છે જેનું કેટલાક લોકો જુદુ જુદુ અર્થઘટન કરી વાહન માલિકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સરકારના પરિપત્ર મુજબ અેક્સપાયર લાયસન્સ હોય તો અરજદારે વાહનનું નવુ લાયાસન્સ કઢાવવાની પ્રક્રિયા કરવી પડે છે.

કેન્દ્રના પરીપત્ર મુજબ 1-2-2020થી પુર્ણ થયેલા વાહનના દસ્તાવેજી પુરાવા અેન્ફોર્સમેન્ટ પુરતા માન્ય રહેશે. રાજયના તમામ જિલ્લામાં હજુ પણ લાયસન્સ, વીમા, પાસિંગ સહિતના કાગળોની મુદ્દત વધારાઇ છે. જો કે, કચ્છના મોટાભાગના વાહન માલિકોઅે સાધનીક કાગળો જેવા કે ફિટનેસ, ટેક્સ-વીમા, પીયુસી, લાયસન્સ રેગ્યુલર કરાવી લીધા છે.

વાહન રોડ પર દોડતુ હોય ત્યારે કોઇ જાનહાની બને ત્યારે અધુરાશને કારણે વીમા કંપની અમુક ટકા રકમ કાપતી હોવાથી વાહન માલિકો તમામ કાગળો રેગ્યુલર કરતા હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્રઅે વધારેલી સમય મર્યાદામાં ચેકિંગ વેળાઅે અાર.ટી.અો.ના પુરાવા માન્ય રહેશે. લાયસન્સ અને સબંધિત પુરાવાઅો વહેલી તકે રીન્યુ કરાવી લેવા જોઇઅે તેવું સુત્રોઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...