તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • In The New Year, Lord Swaminarayan Celebrated The First Annakut Festival Of Kutch At The House Of Sankhyayogi Ladhibai In Bhuj.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ સ્ટોરી:નૂતન વર્ષે ભગવાન સ્વામિનારાયણે કચ્છનો પ્રથમ અન્નકુટ ઉત્સવ ભુજમાં સાંખ્યયોગી લાધીબાઇના ઘરે ઉજવ્યો હતો

ભુજ5 મહિનો પહેલાલેખક: પૂર્વી ગોસ્વામી
  • કૉપી લિંક
  • આધુનિક સમાજ માટે આધ્યાત્મિકતા અને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ: નારીસ્વરૂપા પૂ. લાધીબાઇ મહેતા
  • ભગવાન સ્વામિનારાયણે સમાજ સુધારણા કરવા ઘણી લીલાઓ લાધીબાઇને સાથે રાખીને કરી છે

આજના આધુનિક સમાજમાં વિધવા મહિલાઓ માટે અનેક મુશ્કેલીઓ અને સામાજીક બંધનો છે ત્યારે આજથી ૨૫0 વર્ષ પહેલાંનું ભુજ અને તે સમયની સમાજની સંકુચિત માનસિકતા વચ્ચે; રાજયમાં ઉચ્ચ હોદ્દો ઘરાવનાર અધિકારીની બાળવિધવા દિકરી લોકલાજની પરવા કર્યા વિના ભગવાનના આદેશના પાલન કરવા અર્થે ‘નવોઢાના શણગાર સજી ભરબજારમાંથી નીકળી દેશલસર તળાવમાંથી પાણીનું બેડું ભરી લાવ્યા હતા, એ પાણીનું બેડું આજે પણ માંડવી મંદિરમાં સચવાયેલું છે.

(વચનામૃત - લોયા પ્રકરણ -3 - ૨૧૧ અનુસાર) શ્રી સ્વામિનારાયણ ‘ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત ભકત તરીકે ‘ભુજવાળા લાધી’નું ઉદાહરણ હરિભક્તો સમક્ષ રજૂ કરતાં. લાધીબાઈ ત્રણ વર્ષની ઉંમરે જ બાળવિધવા થયા હતા.

ભગવાન સ્વામિનારાયણે મેલીવિદ્યા, અંધશ્રદ્ધા, મલિન મંત્ર - તંત્ર, વ્યસનો વગેરેનો સખત વિરોધ કર્યો છે. ભુજમાં તે સમયે ઢોંગી બાવાઓના ધતિંગ ખુલ્લા પાડવા શ્રી સ્વામિનારાયણે લાધીબાઇને સમાધિ કરાવી સગડીમાંથી બળતાં દેવતા તેમનાં કાંડા પર મુકયા અને પોતાના ભકતોને સાબિત કરી બતાવ્યું કે પ્રયોગોનો યોગવિદ્યા દ્વારા પણ થઈ શકે છે માટે કોઇએ પણ અંધશ્રદ્ધાળુ બનવું નહિ. લાધીબાઈની ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રત્યેની એકનિષ્ઠ ભકિતની આજે પણ અનેક સત્સંગોમાં આગવું સ્થાન ધરાવે છે જેનો ઉલ્લેખ સ્વામિનારાયણના સંપ્રદાયના સંતશ્રી નિષ્કુળાનંદ સ્વામિએ ‘ભકત ચિંતામણી’ ગ્રંથમાં પણ કરેલો છે.

કચ્છનો પ્રથમ અન્નકુટ ઉત્સવ લાધીબાઇના ઘરે ઉજવાયો હતો
લાધીબાઇના પરિવારના છઠ્ઠી પેઢીએ વારસદાર પ્રકાશભાઈ મહેતા દાવા સાથે કીધું કે, સંવત 1862 કાર્તિક સુદ એકમના ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે લાધીબાઇના ઘેર કાયસ્થ શેરીમાં સંપ્રદાયનો પ્રથમ અનકુટ ઉત્સવ ઉજવ્યો હતો અને ત્યારથી આજ દિવસ સુધી આ ઉત્સવ આ સંપ્રદાયમાં ખુબ જ ધામધૂમથી ઉજવાય છે અને ખુબ જ આગવું સ્થાન ધરાવે છે.

છઠ્ઠીબારીથી અનમ રિંગરોડ સુધીના માર્ગને કાયસ્થ લાધીબાઇ માર્ગ’ તરીકે જાહેર કરાયો હતો
કાયસ્થ શેરીમાં લાધીબાઇની ઓરડી ‘અક્ષર ઓરડી’ના નામે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભકતોમાં યાત્રાધામ તરીકે મશહૂર છે; જ્યાં ભગવાન સ્વામિનારાયણ ભુજમાં વિચરણ દરમિયાન બપોરે જમવાનું લાધીબાઇને ઘેર રાખતાં. છેલ્લાં કેટલાક વર્ષોથી પ્રકાશભાઈ લાધીબાઈની એકનિષ્ઠ ભક્તિ સંદેશને સૌ હરિભક્તો સુધી પહોંચાડી રહ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના કચ્છના પ્રથમ સાંખ્યયોગી પૂ . લાધીબાઇ
ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક શ્રી રામાનંદ સ્વામીએ કચ્છમાં કાયસ્થ શીવરામ મહેતાનાં ઘેર કાયસ્થ શેરીમાં જ ઉતારો રાખ્યો હતો. તેમણે ગૃહસ્થ હરિભકત તરીકેની કંઠી પહેરી હતી અને એમના બહેન લાધીબાઇએ સાધ્વી તરીકેની દિક્ષા ગ્રહણ કરી સંપ્રદાયના કચ્છનાં પ્રથમ “સાંખ્યયોગી” બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો