તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રૂપિયાની લાલચ અાવે ત્યાં ભલભલા સંબંધો ભૂલાઇ જતા હોય છે. તેનો વધુ અેક દાખલો ભુજમાં જોવા મળ્યો છે. શહેરની તળાવ શેરીમાં અેકલવાયુ જીવન જીવતા વૃદ્ધ દંપતીને તેના જ દોહિત્રઅે છેતરી અધધ 35.60 લાખના રૂપિયા અને દાગીના હડપ કરી લીધા છે. અારોપી દોહિત્ર નાની-નાનાનો વિશ્વાસ સંપાદિત કરી ખોટી રીતે બેંકોના વ્યવહારોમાં સહી કરાવી બચત અને ફિકસ ડિપોઝીટમાંથી રકમ તથા બેંકના લોકરમાંથી દાગીના ઉપાડી લીધા હતા.
અા અંગે ભુજની વૈદનાથ શેરીની સાગર અેપાર્ટમેન્ટમાં રહેતા વિનોદભાઇ ઇશ્વરલાલ પરમાર (ઉ.વ.57)અે અા અંગે પોતાના જ ભાણેજા અારોપી કિશન ભરતભાઇ સોલંકી (કૈલાસ સોસાયટી, ભારતનગર, ગાંધીધામ) સામે છેતરપિંડી અને વિશ્વસાઘાત સહિતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો. અા બનાવની વિતગો અેવી છે કે ભોગબનનાર ઇશ્વરલાલ હાલ પોતાના પત્ની જયાબેન સાથે શહેરની તળાવ શેરીની ડી.અેલ. કોમ્પલેક્ષમાં અેકલા રહે છે. ચાર સંતાનોમાં બે પુત્રો અને બે પુત્રીઅો અલગ રહે છે. જેનો ફાયદો દોહિત્ર કિશને ઉઠાવ્યો હતો.
નાના ઇશ્વરલાલ અેક અાંખે અંધ છે. વળી તેઅોની માનસીક સ્થિતિ પણ બરાબર નથી. જેના કારણે નાની દિકરી જયશ્રીનો પુત્ર કિશન છેલ્લા પાંચેક વર્ષથી નાના-નાનીની સારસંભાળ રાખવા અાવ-જાવ કરતો હતો. બેંકમાં કોઇ કામ હોય તો અા કિશન જ કરી અાવતો હતો. નાના-નાનીનો વિશ્વાસનો ફાયદો ઉઠાવી તેઅોના બેંકના બે અેકાઉન્ટ અને લોકરમાંથી રૂા. 22 લાખના દાગીના અને રૂા. 13.60 લાખની રોકડ સહિત કુલ રૂા. 35,60,500ની ઉચાપત કરી હતી. અારોપીઅે અા છેતરપીંડી તા. 06/09/2018તછ તા. 17/9/20 સુધી કરી હતી. અા અંગે ભોગબનનારના પુત્રઅે તો પોલીસને છેક ગત તા. 30/9/2020ના જ અરજી અાપી દીધી હતી. જોકે જેતે સમયે કોઇ સંજોગોના કારણે ફરિયાદ નોંધાઇ ન હતી. અાખરે અા મામલામાં ફરિયાદ નોંધાઇ છે.
ભાણેજના હાવ-ભાવ પરથી જ શંકા જતા તપાસ કરાઇ
અા દરમિયાન તા.17/9/20ના ફરિયાદી પોતાના માતા-પિતાની તબીયત પૂછવા ગયા હતા. ત્યારે પિતાના મોબાઇલ ચેક કરતા તેમાં બેંક અોફ ઇન્ડિયાના ખાતામાંથી રૂા.10,500 ઉપાડાયા હોવાનો મેસેજ અાવ્યો હતો. તે બાબતે પૂછા કરતા પિતાઅે પોતે કોઇ રૂપિયા ઉપાડ્યા નથી તેવુ કહેતા પુત્ર ચોંકી ઉઠ્યો હતો. ત્યારે જ ફરિયાદીઅે અારોપી કિશનને પૂછતા તે વાત ટાળવા લાગ્યો હતો. ફરિયાદીને ત્યારે જ કિશન પર શક ગયો હતો. જેના પગલે ખરાઇ કરવા તેણે અારોપી કિશન અને પોતાના પુત્રને બેંકમાં જઇ સ્ટેટમેન્ટ કઢાવી અાપવા કહ્યુ હતું. ત્યારે બેંકમાં અલગ-અલગ ટ્રાન્ઝેકશન વડે રૂા. બે લાખ ઉપાડી લેવામાં અાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. તે બાબતે ઇશ્વરલાલે પોતે તો માત્ર ઘર ખર્ચ માટે રૂા. 5થી 10 હજાર સિવાય વધારે રકમ ઉપાડતા જ ન હોવાનું તથા અા બે લાખ કોઇ અોરે ઉપાડી લીધા છે તેવું કહ્યું હતું. બીજા દિવસે શહેરની સેન્ટ્રલ બેંકના ખાતામાં પણ તપાસ કરાવતા અહીં પણ અલગ-અલગ વખતે કુલ મળી રૂા. 1.50 લાખ બચત ખાતામાંથી જ્યારે ફિક્સ ડિપોઝીટમાંથી બે વખત 5-5 લાખ મળી કુલ રૂા.10 લાખ ઉપાડી લેવાયા હતા.
નાનીના દાગીના પડાવી લીધા
અારોપીઅે કિશને ચોરીના બનાવો વધી ગયા હોવાની નાનીને બીક બતાવી તેઅોઅે પહેરેલા દાગીના લોકરમાં રાખી દેવા કહ્યું હતું. જેના પગલે નાનીઅે સોનાની ચાર બંગડીઅો, ચેઇન, વીંટી-3, અેક લોકેટ લોકરમાં રાખવા અાપી દીધા હતા. જેના પગલે લોકરની તપાસ કરતા તેમાંથી દાગીના ગાયબ હતા. લોકરમાંથી અારોપીઅે સોનાની કંઠી, બુટીયા, બાસ્કેટ રીંગ, કાનના લટકણ,વીંટી, લોકેટ, અલગ-અલગ ચેઇન સહિતના દાગીના ઉપાડી લીધા હતા. અેટલુ જ નહીં સંબંધીના રાખવા અાપેલા દાગીના પણ ઉપાડી લેવાયા હતા.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.