તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:મહામારીના વધતા કહેર વચ્ચે રાપરમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સંગઠનો દ્વારા કલેક્ટરને રજૂઆત

કચ્છમાં કોરોના મહામારીનું સંક્રમણ વધતું જાય છે ત્યારે રાપરમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા વિવિધ સંગઠનો દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઇ છે. જિલ્લા મથકથી માઇલો દુર રાપર તાલુકામાં નજીકમાં કયાંય કોવિડ કેર સેન્ટર ન હોવાથી દર્દીઓને કાં તો ભુજ અથવા આદિપુર ફરજિયાત લઇ જવા પડે છે, જયાં પહોંચતા દર્દીની હાલત નાજુક થઇ જાય છે. એમ્બ્યૂલન્સ અને ખાનગી વાહનો કોરોના દર્દીને લેવાની ના પાડતા હોવાથી પરિવહન પણ જોખમી અને ખર્ચાળ બનતું જાય છે. રાપરમાં ઓક્સિજન, વેન્ટિલેટર યુક્ત આઇસોલેશન વોર્ડ ધરાવતી અને તજજ્ઞ તબીબોની સેવા આપતી હોસ્પિટલની તાતી જરૂરિયાત છે. રાપર સહિત તાલુકાની સરકારી કચેરીઓ, બેંકોમાં કોરોનાએ દેખા દીધી છે ત્યારે રાપરમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, જલારામ ગ્રૂપ, વિશ્વ હિન્દુ પરિષદ, મચ્છુ કઠિયા સઇ સુતાર સમાજ, ગ્રામ્ય સેવા સંગઠન, રાપર લોહાણા મહાજન દ્વારા જિલ્લા સમાહર્તા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો