કચ્છ સરહદે જાસૂસીની આશંકા:પેટ્રોલિંગ વચ્ચે કિશોર ફેન્સિંગ ક્રોસ કરી ખાવડા સરહદે પહોંચ્યો એ પાકિસ્તાનની કોઈ ચાલ છે?

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર.
  • પાકિસ્તાન રેન્જર્સના ઠેર ઠેર નાના-મોટા કેમ્પ છે તેમને આ કિશોર ન દેખાયો
  • ભારતની સરહદે સ્થિતિની જાણકારી માટે પાક. દ્વારા કિશોરને મુકાયો હોવાની આશંકા

પાકિસ્તાનની એજન્સીઓ ભારત સરહદ પર કાગડાની જેમ નજરે હંમેશાં જોતી જ હોય છે અને સતત નજર રાખતી હોય છે. રવિવારે સવારે પિલર 1099 પર ફેન્સિંગ પાર કરતો થરપાકર જિલ્લાનો 15 વર્ષીય અલીશેર બીએસએફના હાથે પકડાયો હતો.

હાલ આ કિશોર ઘરથી બધા ભાગી ગયા હોઇ પોતે પણ ભાગ્યો હોવાનું રટણ કરી રહ્યો છે, તો મોટો પ્રશ્ન થાય કે પાકિસ્તાન અંદરના વિસ્તારમાં ના ભાગ્યો અને આ કચ્છનો વિસ્તાર કેમ પસંદ કર્યો. તો કચ્છ સામેપાર રણના વિસ્તારમાં પાકિસ્તાનના રેન્જર્સના કેમ્પો અને તેમની પેટ્રોલિંગ વેળાએ તેમની નજર ચૂકવીને કચ્છના પિલર 1099 સુધી પહોંચી આવ્યો, પણ પાક રેન્જર્સોની નજરમાં આ સગીર ન આવ્યો કે કોઇને ખબર પણ ન પડી, એ બાબત ભારતીય એજન્સીઓને પણ હજમ થતી નથી.

હાઇરેન્જ દૂરબીન સહિત ટેક્નિક ઉપયોગ કરે છે
સુત્રોનુ માનીએ તો કચ્છ સામેપાર પાકિસ્તાનના રેન્જર્સના નાના-મોટા ઘણા બધા કેમ્પો છે અને તેઓ સતત સરહદે ફરતા હોય છે. કિશોર ફેન્સિંગ સુધી આવી ગયો ત્યાં સુધી તેમને ખબર ન પડે એ વાત આશ્ચર્ય ફેલાવે છે. પાકિસ્તાનની એજન્સીઓ ભારત સરહદની હલચલ જોવા માટે દરિયામાં પોતાના વિસ્તારમાં ડ્રોન ઉંચે સુધી ઉડાવે છે જે એજન્સીઓ મોટા ટાવર અને હાઇરેંજ દુરબીન સહિત ટેક્નિક ઉપયોગ કરે છે તેમની નજરથી બચીને આવુ એ નવાઇની વાત છે.

પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીનું બુલેટપ્રૂફ જેકેટ મળ્યું
પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીનું બુલેટપ્રૂફ જેકેટ મળ્યું

તમામ પાસા પર હાલ એજન્સીઓ તપાસ કરી રહી છે
દરિયામાં માછીમારોને ભારત પર નજર રાખવા જેમ ત્યાંથી એજન્સીઓ દુર આવે છે તેમ આ કિશોરનો ઉપયોગ કરીને પોતાનો સ્વાર્થ સાધવા પાકિસ્તાન એજન્સીઓએ ડેમો કર્યો હોય તેવું સુત્રોમાં ચર્ચાઇ રહ્યું છે. પાકિસ્તાનની એજન્સીઓ જાણે છે કે, કિશોર હોતા ભારતમાં વધુ સજા નહીં થાય. સુત્રો કહે છે કે, કિશોર પકડાઇ ગયો તો મોટી સજા નહીં થાય અને દયા નજર કરીને આવશે તો ત્યાની જાણકારી અમને મળશે. 18 વર્ષના નાની ઉમરના સગીરને ભારતમાં વધુ સજા કરાતી નથી જે વાત પાકિસ્તાની એજન્સીઓ જાણે છે. સત્ય-હકીકત શુ છે તે જાણવા માટે ભારતીય એજન્સીઓ શોધવામાં લાગી ગઇ છે. પાકિસ્તાનનો ભરોસો નહીં ભારતની સરહદની જાણકારી માટે બાળકોને પણ મોકલી શકે છે એ તમામ પાસા પર હાલ એજન્સીઓ તપાસ કરી રહી છે.

પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીનું બુલેટપ્રૂફ જેકેટ મળ્યું
કચ્છની સરહદે થોડા થોડા સમયે બિનવારસુ ચરસના પેકેટ તો મળી આવતાં હતાં, હવે તેમાં બુલેટપ્રૂફ જેકેટ રવિવારે જખૌના ખીદરત ટાપુ પાસેથી મળી આવતાં એજન્સીઓ પણ ચોંકી ઊઠી છે. જખૌ મરીન પોલીસે પાકિસ્તાન મરીન સિકયોરિટીની આ બુલેટપ્રૂફ જેકેટ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પર પાકિસ્તાન મરીન સિક્યોરિટીનો બુલેટપ્રૂફ જેકેટ હોવાની બાતમી સ્ટેટ આઇબી તરફથી જખૌ મરીન પોલીસને આપવામાં આવી હતી, જેના આધારે જખૌ મરીન પોલીસે આ જેકેટ કબજે કર્યું હતું.