તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાપક ફરિયાદ:કચ્છમાં છેલ્લા 7 દિ’માં 13621 કચ્છીઓ માદરે વતન આવ્યા

ભુજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 14 દિવસનો હોમ ક્વોરોન્ટાઈન પિરીયડ પૂરો કર્યા વિના બહાર ફરે છે
 • રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં આવતા લોકોથી અનેક વિસ્તારમાં ચિંતા

કચ્છમાં કોરોના મહામારી વચ્ચે કુલ 27659 વતનીઓ માદરે વતન કચ્છમાં પ્રવેશ્યા છે, જેમાં છેલ્લા 7 દિવસમાં જ 13621 કચ્છીઓ રેડઝોન સહિતના વિસ્તારોમાંથી આવતા લોકો ચિંતિત બન્યા છે. કેમ કે, મોટાભાગના 14 દિવસનો હોમ ક્વોરોન્ટાઈન પિરીયડ પૂરું કર્યા વિના ફરી રહ્યા છે. જોકે, ગામડામાં પી.એચ.સી. અને સી.એચ.સી.ના કર્મચારીઓ એવા લોકોને શોધી રહ્યા છે અને સ્થાનિકો પણ માહિતી આપી રહ્યા છે. પરંતુ, રાજકીય વગ આડે આવવાથી સમગ્ર કાર્યવાહી ખોરવાઈ રહી છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ ચેપી અને જીવલેણ સાબિત થઈ છે, જેથી 24મી માર્ચથી લોક ડાઉનનો નિર્ણય લેવાયો હતો. જોકે, ત્રીજા તબક્કાના લોક ડાઉનમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં અને એક જિલ્લાથી બીજા જિલ્લામાં આવવા જવાની છૂટ મળ્યા બાદ મૂળ કચ્છના અને ધંધા રોજગાર અર્થે જિલ્લા અને રાજ્ય બહાર વસતા કચ્છીઓએ વતન તરફ આવવાનું શરૂ કરી દીધું છે, જેમાં 5મી મેથી 11મી મે સુધીમાં કુલ્લ 13621 કચ્છીઓએ કચ્છમાં પ્રવેશ કરી લીધો છે, જેમાંથી મોટાભાગના રેડઝોનમાંથી આવ્યા છે, જેથી કચ્છીઓના જીવ અધ્ધર થઈ ગયા છે. કેમ કે, મુંબઈથી ભુજ આવેલી તબીબ યુવતી અને અંજાર તાલુકાના બુઢારમોરાના યુવાનને કોરોના પોઝિટિવ આવતા અન્ય લોકોને પણ ધીરેધીરે કોરોનાના લક્ષણ દેખાવા લાગશે તો કચ્છમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી જશે એવી દહેશત વ્યક્ત થઈ રહી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો