કાર્યક્રમ:છેલ્લા 10 વર્ષમાં 22 લાખ પ્રવાસીઓએ માંડવીના ક્રાંતિતીર્થની મુલાકાત લીધી

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્યામજી કૃષ્ણવર્માના જીવનચરિત્ર પર ‘વતન મે લી સાંસ’નાટક ભુજમાં ભજવાયું

વિદેશની ધરતી પર વતન પ્રેમની દાઝને લઇ દેશપ્રેમીઓની ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવનાર શ્યામજી કૃષ્ણવર્માની ૧૬૫મી જન્મજયંતિ નિમિતે ભુજ ટાઉનહોલ ખાતે તેમના જીવનચરિત્ર પર આધારિત “વતન મે લી સાંસ” નાટક ભજવાયું હતું. કરસનદાસ પરસોત્તમદાસ ચાંદ્રા પરિવારના સૌજન્ય અને પંડિત શ્યામજી કૃષ્ણવર્મા મેમોરીયલ ફાઉન્ડેશન તેમજ નગરસેવા સદન, ભુજ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યએ શ્યામજી કૃષ્ણવર્માના પિતા કિશનદાસ ભણસાણી પરિવારમાં જન્મ અને તેમના બાળપણ-શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસ અંગે વિગતે રજૂઆત કરી જણાવ્યું હતુ કે,જેમની રગેરગમાં રાષ્ટ્રપ્રેમ છલકાતો હતો.

શ્યામજી કષ્ણવર્મા મેમોરીયલ તીર્થના ટ્રસ્ટી મંગલભાઇ ભાનુશાલી છેલ્લા દસ વર્ષમાં ૨૨ લાખ પ્રવાસી સ્મારકની મુલાકત લઇ ચુકયા છે અને હજુ તે સંખ્યા વધી રહી છે તેવું જણાવ્યું હતું. આ તકે લોકડાઉનમાં રૂ.૧.૫ કરોડની ૪૦૦ પરિવારને આપેલ અનાજકીટ માટે દાતા દામજીભાઇ જોઇસરનું તેમજ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને પદ્મ વિષ્ણુભાઇ પંડયા, મહામંત્રી ડો.જંયતસિંહ જાદવનું પણ સન્માન કરાયું હતું.

કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કર, પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઇ છેડા, રેશ્માબેન ઝવેરી, અગ્રણી કેશુભાઇ પટેલ, શંભુભાઇ ભાનુશાલી, અશોકભાઇ પટેલ, અનિલભાઇ છત્રાળા, હેમબેન સીઝુ, ગોરધનભાઇ કવિ, રમેશભાઇ નંદા, કિશોરભાઇ ભદ્રા, દિપકભાઇ શ્રોફ, પંકજભાઇ ઝાલા અને નાટય પ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...