તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેક્ટરનો નિર્ણય:દેશના સૌથી વિશાળ કચ્છ જિલ્લામાં આરોગ્ય, શિક્ષણને વિશેષ પ્રાધાન્યની નેમ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ કલેક્ટર તરીકે પદભાર સંભાળતા સુજલકુમાર મયાત્રા

કચ્છના કલેક્ટર પ્રવીણા ડી.કે.ની પંચમહાલના કલેક્ટર તરીકે બદલી થતાં તેમના સ્થાને આવેલા સુજલકુમાર મયાત્રાએ ગુરુવારે પદભાર સંભાળતાની સાથે દેશના વિશાળ જિલ્લા એવા કચ્છમાં આરોગ્ય, શિક્ષણને વિશેષ પ્રાધાન્ય આપવાની નેમ વ્યક્ત કરી હતી.

2011ની બેચના ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી સુજલકુમાર મયાત્રાએ તા.24-6, ગુરુવારે જિલ્લા કલેકટરનો પદભાર સંભાળી લીધો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાંસાવડના વતની એવા મયાત્રાએ 25 વર્ષની વયે કેન્દ્રીય જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. બન્યા હતા. આ ગુજરાતી અધિકારીએ અત્યાર સુધીમાં અમરેલીમાં રાજુલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, નર્મદા અને દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી છે. છેલ્લે છોટાઉદેપુર જિલ્લામાં કલેકટર તરીકે પ્રસંશનીય સેવાઓ આપી છે.

તેઅો નિરમા યુનિવર્સિટીમાંથી બી.ફાર્મ થયા છે તેમજ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્માસ્યુટીકલ એજયુકેશન એન્ડ રિસર્ચ ચંદીગઢ (NIPER) પંજાબથી એમ.ફાર્મ થયા છે. કલેક્ટર મયાત્રાએ દેશના વિશાળ જિલ્લાનો પદભાર સંભાળતાની સાથે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર સહિત સર્વાંગી વિકાસ કરવાની નેમ વ્યકત કરી હતી.

અંજાર પ્રાંત અધિકારીને ભુજ તાલુકાનો ચાર્જ
ભુજના મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીની બઢતી સાથે વલસાડના ડીડીઅો તરીકે બદલી થતાં તેમનો ચાર્જ અંજારના પ્રાંત અધિકારી વી.કે. જોષીને અપાયો છે. બુધવારે જ સરકાર દ્વારા કચ્છના પ્રભારી સચિવ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક કરાઇ છે ત્યારે વિશાળ એવા ભુજ તાલુકામાં હાલે બન્નીનો સળગતો મુદ્દો છે તેમ છતાં અલગથી અધિકારીની નિમણૂક કરાઇ નથી અને તેનો ચાર્જ અંજાર પ્રાંત અધિકારીને સોંપાયો છે. આ અંગે અંજારના પ્રાંત અધિકારી જોષીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ અઠવાડિયામાં બે દિવસ ભુજ આવશે. જયારે વર્કલોડ વધુ હશે ત્યારે વધુ દિવસ માટે પણ આવશે.

અન્ય સમાચારો પણ છે...