શહેરના વ્યાયામ શાળા પાસે રહેતા પ્રતિષ્ઠિત પરિવારની પરિણીત પુત્રીઅે કેકશોપના રસોડામાં ચુંદડી વડે ગળે ફાંસો ખાઇ ફાની દૂનિયાની અલવીદા કહી દેતા શોક ફેલાયો હતો. કચ્છ મ્યુઝિયમ પાસે અાવેલા કેક શોપના રસોડામાં યુવતિઅે સવારે અેક વાગ્યાના અરસામાં અાપઘાત કરી લીધો હતો.
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પ્રકાશભાઇ પીયુષભાઇ શુક્લા (રહે. વ્યાયામ શાળા,ભુજ)વાળાઅે જાહેર કરેલી વિગતો મુજબ પોતાની પુત્રી ધારાબેન મૈત્રયભાઇ જયેશભાઇ પંચોલી (ઉ.વ.28) સોમવારે બપોરે અેક વાગ્યાના અરસામાં કચ્છ મ્યુઝિયમ પાસે અાવેલી ધ કેકશોપના રસોડામાં ચૂંદડી વડે ગળે ફાંસો ખાઇ લઇ અાપઘાત કર્યો છે. હતભાગીને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા પણ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પરિણિત યુવતિનો લગ્નગાળો ત્રણ વર્ષનો હોવાનું અને છેલ્લા થોડ સમયથી પિતાના ઘરે જ રહેતી હોવાનું જણાવાયું હતું.
છાડુરા સીમમાં યુવકે ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું
અબડાસા તાલુકાના છાડુરા ગામની સીમમાં નલિયામાં રહેતા ૨૦ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. નલિયા ગામમાં રહેતો અજય ભરત કોલી ઉવ.20 છાડુરા સિમમા વાડીમાં ઝાડમાં રસો બાંધી ગળોફાંસો ખાઈ ને આપધાત કર્યો હતો. આ બાબતે નલિયા પોલીસને જાણ કરાતાં પોલીસે કારણ જાણવા આગળની તપાસ આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.