તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સાંધાણમાં મુંબઈવાસી જૈન પરિવારના રૂા. 5.46 લાખના દાગીનાની તસ્કરી

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૈન અતિથી ગૃહમાંથી ઘરેણા ભરેલું પર્સ ઉઠાવી જવાયું
  • {તસ્કરોનું પગેરૂ દબાવવા ડોગસ્કોડ સાથે પોલીસે સર્ચ ઓપરેશન જારી

જૈન સમાજમાં પર્યુષ્ણ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે મુળ અબડાસાના સાંધાણના હાલ મુંબઇ રહેતા જૈન પરિવાર માદરે વતને આવ્યો હતો ને તેમની સુટકેસમાં રાખેલા રૂપિયા 5 લાખ46 હાજરના સોનાના ઘરેણા ભરેલા પર્સની ચોરી જઇ જતાં ચકચાર મચી જવા પામી છે. ડોગસ્કોડની ટીમ સાથે કોઠારા પોલીસના કાફલાએ તસ્કરનું પગેરૂ દબાવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કોઠારા પોલીસ મથકમાં મુંબઇના મુલુંડ (વે) ખાતે રહેતા લક્ષ્મીબેન લાલજીભાઇ ધરમશી (ઉ.વ.69)એ ફરિયાદમાં જણાવ્યું છે. કે, ચોરીનો બનાવ 28મીના બપોરથી 29ના બપોર દરમિયાન બન્યો હતો.

તેઓ તેમના પુત્ર સાથે કચ્છ ભુજ આવ્યા હતા. ત્યાંથી ગાડી દ્વારા પ્રથમ માંડવી આસંબીયા થઇને સાંધણ ખાતે પહોંચ્યા હતા. જ્યાં જૈન અતિથીગૃહમાં રૂમ નંબર 6માં રોકાયા હતા. તેમની સુટકેશમાં રાખેલા રૂપિયા 5 લાખ 46 હજારની કિંમતના સોનાના દાગીના સાથેનું પર્સ કોઇ ચોરી કરી ગયું હતું. બનાવની જાણ થતાં કોઠારા પોલીસ કાફલો ડોગસ્કોડની ટીમ સાથે દોડી ગયો હતો. તસ્કરોનો તાગ મેળવવા તપાસ આદરી છે. તેમજ જૈન અતિથીગૃહમાં કામ કરતા લોકોના નિવેદન સહિતની કાર્યવાહી કરી હતી.

અતિથીગૃહના સીસીટીવી કેમેરા પાંચ માસથી બંધ
જ્યાં ઘટના બની છે તે જૈન અતિથીગુહના કંપાઉન્ડમાં સીસીટીવી કેમેરા છે પરંતુ છેલ્લા પાંચ માસથી બંધ પડ્યા હોવાથી પોલીસની તપાસમાં ચાવીરૂપ બનતી આ તીસરી આંખ બંધ હોવાથી પોલીસ આસ પાસના વિસ્તારમાં લોકો અને અતિથીગૃહમાં કામ કરનારા લોકોના નિવેદન પર મદાર રહ્યો છે.

ચોરી થયાની જાણ બીજા દિવસે થતાં પોલીસ મુંજવણમાં
મુંબઇથી પરિવાર સાંધણ આવ્યોને રૂમમાં સામન મુકી સવારે દેરાસરમાં દર્શન કરવા બાદ બીજા દિવસે શુટકેશમાંથી સોનાના દાગીના ભરેલું પર્સ ન હોવાનું ફરિયાદી જાણવા મળ્યું હતું ત્યારે ચોરી ક્યારે થઇ તે અંગે પોલીસ પણ મુજવણમાં મુકાઇ ગઇ છે.

સોનાના ઘરેણા ચોર્યા પણ, ખોટા દાગીના ન ઉઠાવ્યા
શુટકેશમાં રાખેલા સાચા સોનાના દાગીના ભરેલું પર્સ સાથે એમિનેશન (ખોટા) દાગીનાનો ડબ્બો પણ હતો. સોના ચાંદીના દાગીના ભરેલું પર્સ તસ્કરો ચોરી ગયા હતા જ્યારે ખોટા દાગીના તસ્કરો મુકી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...