તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:માંડવી નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારોબારી ચેરમેન પદે જિજ્ઞાબેન દોદારની વરણી કરવામાં આવી

માંડવી નગરપાલિકા ખાતે સુધારાઈ અધ્યક્ષા હેતલબેન સોનેજીના પ્રમુખસ્થાને સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી હતી.

આજે મળેલી બેઠકમાં કારોબારી ચેરમેન પદે જિજ્ઞાબેન વિપુલ દોદારવાની નિયુક્તી થઈ હતી. જ્યારે સેનીટેશન વિભાગના ચેરમેન જિજ્ઞેશ કસ્ટા બાંધકામ સમિતીના ચેરમેન વિશાલ ઠક્કર, રોડલાઈટ અને ગાર્ડન સમિતીના ચેરમેન કાદર ઉઠાર, પાણી પૂરવઠા સમિતીના ચેરમેન ગીતાબેન ગોર, લાયબ્રેરી સમિતીના ચેરમેન દિપાબા જાડેજા, એસ્ટાબ્લીસ્ટ સમિતીના ચેરમેન જશુબેન હિરાણી, ટેક્ષેસન સમિતીના ચેરમેન વિજય ચૌહાણ, ટાઉન પ્લાનીંગ ચેરમેન પારસ સંઘવી, ખેતીવાડી બજાર સમિતીના સભ્ય પદે રાજેશ કાનાણી, સ્પંદન સ્પોર્ટ એકેડમીના સભ્ય તરીકે ભારતીબેન વાડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

અઢી વર્ષ માટે નિયુક્ત થયેલ ઉપરોક્ત હોદેદારોને ઉપસ્થિતો દ્વારા આવકારવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વ. પ્રાગમલજી ત્રીજાના અવશાન થતા શોક ઠરાવ પસાર કરવામાં આવ્યું હતું. ગત સભાના ઠરાવને બહાલી આપવામાં આવી હતી.

આ બેઠકમાં શહેર ભાજ પ્રમુખ દેવાંગ દવે, પૂર્વ નગરપતિ મેહુલ શાહ, વિનુભાઈ થાનકી, ઉપનગરપતિ પ્રેમજી કેરાઈ, દિનેશ હિરાણી, કિસનસિંહ જાડેજા, કમલેશ ગઢવી, વિપૂલ દોદારવાલા, સલાયા ખારવા સમાજના પ્રમુખ નિલેશ ઝાલા, ચમનભાઈ મર્દાનિયા, રમેશભાઈ સેંઘાણી, ચેતન સોનેજી, ઉર્મિલાબેન પીઠડીયા, અબ્દુલ ઓઢેજા, હનીફ જત, લાંતીક શાહ, સહિત ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન ચિફ ઓફિસર સાગર રાડીયા અને હેડ ક્લાર્ક કાનજી શિરોખાના માર્ગદર્શન હેઠળ સ્ટાફગણે સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...