ક્રાઇમ:કુકમામાં વેરની આગમાં બે યુવકોએ વૃધ્ધ પર ગાડી ચડાવી પગ કચડી નાખ્યા

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘર પાસે બેસીને ગાળો બોલવાની ના ક્યા બાદ થપડ માર્યા પછી મામલો બીચક્યો

તાલુકાના કુકમા ગામે વિશ્વકર્મા સોસાયટીમાં ઘરના ઓટલા પર ગાળો ન બોલવા મુદે ચકમક ઝર્યા બાદ, સમજાવટમાં થપડ માર્યાનું મનપર લાગી આવતા વેરની આગમાં ઝુરતા બે યુવાનોએ 85 વર્ષીય જુવાનસિંહ આમસિંહ સોઢા પર ઈરાદા પૂર્વક સ્કોર્પિયો કાર ચઢાવી દઈ બંને પગ કચડી નાખતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘાયલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બોલેરો જીપ નીચે બે પગ કચડાઇ જતાં એક કાપવો પડ્યો બીજામાં ફેકચર થયું
પોલીસ મથકમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કુકમા ગામે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા ઉદયસિંહ જુવાનસિંહ આમસિંહ સોઢા (ઉ.વ.32)એ આરોપી કુલદિપસિંહ હનુભા રાઠોડ, અને અજીતસિંહ જેઠુભા જાડેજા રહે કુકમા વિરૂધ પધ્ધર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી કુલદિપસિંહ હનુભા રાઠોડ, અજયસિંહ હનુભા રાઠોડ, તેમનો ભાણેજ અજીતસિંહ જાડેજા દસેક દિવસ અગાઉ ફરિયાદીના ઘર પાસેના ઓટલા પર બેસી ગાળો બોલતા હતા.જેથી ઉદયસિંહના મોટાભાઈ સવાઈસિંહે તેમને ગાળો બોલવાની ના પાડી ઓટલા પરથી ઉઠીને ચાલ્યાં જવા કહેતાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો. બીજા દિવસે સાંજે કુલદિપસિંહ અને તેના પિતા હનુભા રાઠોડ તેમના ઘર નજીક આવતા સવાઈસિંહે હનુભાને આગલા દિવસના બનાવ અંગે જાણ કરી હતી. પરંતુ, હનુભા ઉશ્કેરાઈ ગયા હતા અને ‘મારા દીકરા આ ઓટલે જ બેસશે, તારાથી થાય તે કરી લેજે’ તેમ જણાવ્યું હતું. જેથી સવાઈસિંહે રોષે ભરાઈને હનુભાને થપ્પડ મારી દીધી હતી. બાદમાં આરોપી કુલદિપસિંહે સવાઈસિંહના નાનાભાઈ ઉદયસિંહને સમાજના આગેવાન રાજભા જાડેજાની ઑફિસમાં સમાધાન માટે બોલાવ્યો હતો અને ઉદયસિંહે તેના મોટાભાઈ વતી માફી માંગી લેતાં બેઉ પક્ષે ઝઘડાનું સમાધાન થઈ ગયું હતું. પરંતુ આરોપીઓએ મનમાં ગાંઠ બાંધી રાખી હતી કે, ફરિયાદી કુલદિપસિંહ સોઢાના પિતાને જીવતો નહિં છોડું અને સોમવારે સાંજે ફરિયાદીના પિતા ઘરની બહાર ખુર્શી પર બેઠા હતાને આરોપી કુલદિપસિંહ અને અજીતસિંહ બન્ને જણાઓ સ્કોર્પિયો કારમાં પુરઝડપે આવી ફરિયાદીના પિતા પર મારી નાખવાના ઇરાદે કાર ચડાવી દીધી હતી જેના કારણે ફરિયાદીના પિતાને બે પગમાં ગંભીર ઈજા થવાને લીધે ડાબો પગ તબીબોને કાપી નાખવો પડ્યો  હતો. અને જમણા પગમાં ફેકચર સહિતની ઇજાઓ થઇ હતી. બનાવ અંગે પધ્ધર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી લેવા તપાસ તેજ કરી છે.

મામલો થપડ માર્યા બાદ હત્યાના પ્રયાસ સુધી પહોંચ્યો
આરોપી કુલદિપસિંહના પિતાને ફરિયાદીના ભાઇએ થપડ મારી હોવાથી તેનો બદલો લેવા આરોપીઓએ ફરિયાદના પિતાને જાનથી મારી નાખવાના ઇરાદે કાવતરૂ રચીને જીપ નીચે કચડી નાખ ગાડી માથે ચડાવી દીધી જેના કારણે વયોવૃધ્ધને પગ ગુમાવાનો વારો આવ્યો.

અન્ય સમાચારો પણ છે...