લક્ષ્યાંક:અંતે કચ્છ જિલ્લાને રસીના 40 હજાર ડોઝ ફાળવાયા

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રસીના અભાવે ચૂકાયું હતું લક્ષ્યાંક
  • છ દિવસમાં માત્ર 27 હજાર ને જ મળી વેક્સિન

કચ્છ જિલ્લામાં ગાંધી જ્યંતી સુધી પ્રથમ ડોઝની 100 ટકા કામગીરીનો લક્ષ્યાંક રસીના અભાવે પૂર્ણ થઈ શક્યો નથી.જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી રસીના ઓછા ડોઝ ઉપલબ્ધ હોવાથી રસીકરણના ગ્રાફમાં પણ ઘટાડો આવ્યો હતો જોકે અંતે ગુજરાત સરકાર દ્વારા ડોઝની ફાળવણી કરવામાં આવી છે જેમાં આજે કચ્છ જિલ્લાને કોવીશિલ્ડ રસીના 40 હજાર ડોઝ મળ્યા છે.

સામાન્ય રીતે કચ્છ જિલ્લામાં દરરોજ 15 થી 16 હજાર લોકો રસી મુકાવતા હોય છે જોકે રસી ખૂટી પડતા છેલ્લા છ દિવસમાં માત્ર 27 હજાર લોકો જ રસીનો ડોઝ મુકાવી શક્યા હતા. જેમાં 28 મી તારીખે 4403, 29 મીના 854, 30 મીના 13,442, 1 ઓક્ટોબરના 6024 અને 2જી તારીખે 2271 જ્યારે ત્રીજી તારીખે 253 લોકોએ રસીનો ડોઝ મુકાવ્યો હતો. આમ છ દિવસોમાં માત્ર 27247 લોકો જ રસી લઇને સુરક્ષિત બન્યા છે. એક તરફ કચ્છમાં રસીના પૂરતા ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવતા નથી બીજી તરફ રસી આવે ત્યારે પ્રથમ ડોઝના લાભાર્થીને આપવા ભાર મૂકી ગડમથલ કરવામાં આવતી હતી.વેકસીનના અભાવે આ દિવસો દરમ્યાન લોકો સરકારી કેન્દ્રોમાં ધક્કા ખાઈ પરેશાન બન્યા હતા.

જોકે અંતે આજે કોવિશિલ્ડ રસીના 40 હજાર ડોઝ આવ્યા છે જેથી રસીના પ્રથમ અને બીજા ડોઝથી વંચિત લોકો પોતાના નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીન મુકાવી લે તે જરૂરી છે. હાલની સ્થિતિએ કચ્છમાં અત્યારસુધી 13.60 લાખ લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 5.14 લાખ લોકોએ બીજા ડોઝની રસી મુકાવી છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે આજના દિવસે રસીકરણની સાઈટ પર વેકસીન ઉપલબ્ધ હોવાનું જણાવી જે લોકોને રસીનો ડોઝ લેવાનો બાકી છે તેઓને વેકસીન મુકાવી લેવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...