આદેશની આડઅસર:જિલ્લા ફેરબદલીમાં કચ્છમાંથી 150 પ્રાથમિક શિક્ષકો ગયા, માત્ર 2 આવ્યા

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંગણી મંજુર થયેલાને 100 ટકા છૂટા કરવાના આદેશની આડઅસર
  • 1435 ઘટ વચ્ચે પ્રવાસી શિક્ષકોની માંગણી પૂરી સંતોષાઈ નથી

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે જિલ્લાફેરની માંગણી મંજુર થયેલા પ્રાથમિક શિક્ષકોને 100 ટકા છૂટા કરવાનો હુકમ કર્યા બાદ હજુ સુધી કચ્છમાંથી 150 પ્રાથમિક શિક્ષકો છૂટા કરી દેવાયા છે. જેની સામે અન્ય જિલ્લામાંથી કચ્છમાં માત્ર 2 જ પ્રાથમિક શિક્ષકો અાવ્યા છે. અામ, પ્રાથમિક શિક્ષકોની ઘટની ખાઈ વધુને વધુ પહોળી થતી જાય છે.

કચ્છમાં 5 વર્ષના અજમાયશી ધોરણે અન્ય જિલ્લામાંથી અાવેલા શિક્ષકોઅે 5 વર્ષ પૂરા થતા જ અન્ય જિલ્લામાં જવાની માંગણી કરી હતી. જેમની અરજી મંજુર પણ કરાઈ હતી. પરંતુ, કચ્છ જિલ્લામાં 1435 જેટલા પ્રાથમિક શિક્ષકોની ઘટ છે, જેથી મહેકમ જાળવવાના નિયમ મુજબ અન્ય શિક્ષક ન અાવે ત્યાં સુધી છૂટા કરવામાં અાવતા ન હતા. જે દરમિયાન શિક્ષણ વિભાગે રાજ્ય સરકારના અાદેશના પગલે 100 ટકા છૂટા કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો, જેથી પ્રથમ દિવસે 100 અને બીજા દિવસે 120 શિક્ષકો છૂટા કરાયા હતા. હજુ સુધી કુલ 150 જેટલા પ્રાથમિક શિક્ષકોને છૂટા કરી દેવાયા છે. જોકે, અન્ય જિલ્લામાંથી કચ્છમાં માત્ર 2 જ પ્રાથમિક શિક્ષકો અાવ્યા છે. અામ, પ્રાથમિક શિક્ષકોની ઘટ પૂરાવાને બદલે ઉલ્ટું વધી ગઈ છે.

બીજી તરફ ખાસ કિસ્સામાં કચ્છ જિલ્લાને અેવા નિયમોથી બાકાત રાખવા અથવા તો કચ્છના જ શિક્ષકોને કચ્છમાં નોકરી અાપવાનો નિર્ણય લેવાતો નથી. નહીંતર કચ્છમાં પ્રાથમિક શિક્ષકની લાયકાત ધરાવતા અને મેરીટ લીસ્ટમાં ન અાવતા હોવાના કારણે બેરોજગાર રહી ગયેલા કેટલાય શિક્ષકો છે. પરંતુ, કચ્છની નેતાગીરી નબળી પુરવાર થઈ છે, જેથી બેરોજગાર શિક્ષકોને પણ નિરાશા સાંપડી છે.

અન્ય સમાચારો પણ છે...