તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોટેશન:જિલ્લા પંચાયતમાં પક્ષ કરતાયેં વધુ રોટેશને મોટા માથા વધેરી નાખ્યા

ભુજ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયતમાં પક્ષ કરતાયેં વધુ રોટેશને મોટા માથા વધેરી નાખ્યા

ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતની 40 બેઠકની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી બહાર પાડી છે, જેમાં પક્ષ કરતા રોટેશને તમામ મોટા માથા વધેરી નાખ્યા છે. જોકે, અપવાદમાં અેક માત્ર કુકમા બેઠક બિન અનામત સામાન્ય હોઈ હરિ હિરા જાટિયાને રિપીટ કરાયા છે. અે સિવાય ક્યાંક પતિની જગ્યાઅે પત્ની અને ક્યાંક પત્નીની જગ્યાઅે પતિને ટિકિટ મળી છે.

કચ્છ જિલ્લા પંચાયતમાં મોટાભાગની બેઠકોનો બિન અનામત સામાન્ય, સામાન્ય સ્ત્રી, અનુસૂચિત જાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી જેવા પ્રકાર અદલબદલ થઈ ગયા છે, જેથી કાૈશલ્યા જયંત માધાપરિયા, લક્ષ્મણસિંહ સોઢા, ભીમજી જોધાણી, નિયમિ પોકાર, અરવિંદ પિંડોરીયા, છાયા ગઢવી, નરેશ મહેશ્વરી, નવીન જરૂ સહિતના જાણીતા ચહેરા કપાઈ ગયા છે. અરવિંદ પિંડોરીયા અને છાયા ગઢવી તો રિપીટ થતા હતા. પરંતુ, રોટેશને રિપીટ થિયરીનો છેદ ઉડાડી દીધો છે, જેથી મોટા ભાગના નવા ચહેરાઅોને ટિકિટ મળી છે.

મોટી ભુજપુરમાં વિવાદ થયો
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મોટી ભુજપુર બેઠક ઉપર જીગર છેડા અને કીર્તિ રાજગોર વચ્ચે બેઠક મેળવવા વિવાદ થયો હતો. જોકે, બિન અનામત સામાન્ય બેઠક મોટી ભુજપર ઉપર અંતે મહેન્દ્ર નારાણ ગઢવીને ટિકિટ મળી છે.

માધાપર બેઠક બે હરીફો વચ્ચે ઝઘડાનું કારણ બની
સૂત્રોઅે જણાવ્યું હતું કે, સામાન્ય સ્ત્રી માધાપર બેઠક ઉપર પારૂલ રમેશ કારાને ટિકિટ અપાતા જિલ્લા પંચાયતના માજી મહિલા પ્રમુખના પતિ જયંત માધાપરિયાઅે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રોઅે જણાવ્યું હતું કે, બંને હરીફો છે, જેથી બેઠક ઉપર ઈચ્છુકને ટિકિટ અાપવા ઝઘડાનું કારણ બની હતી.

ભુજ તા. પં.ના પૂર્વ પ્રમુખની પત્નીને ટિકિટની ઈચ્છા ન ફળી
ભુજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હરીશ ભંડેરીઅે જિલ્લા પંચાયતમાં સુખપર બેઠક ઉપર પત્ની મંજુલાબેન માટે ટિકિટ માંગણી હતી. બીજી બાજુ ભીમજી જોધાણીઅે પણ અેવો જ દાવ ખેલ્યો હતો. કેમ કે, જિલ્લા પંચાયતમાં અા વખતે પ્રમુખ પદ સામાન્ય સ્ત્રીના ફાળે થવાનું છે. પરંતુ, બંનેની ઈચ્છા ફળી ન હતી, જેથી હરીશ ભંડેરીઅે છેવટે ભુજ તાલુકા પંચાયતમાં પત્નીને માનકુવા-2 સામાન્ય સ્ત્રી ઉપર ટિકિટ અપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો