તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જિલ્લા પંચાયતમાં ઠેકેદારના અારોગ્ય કર્મીને 2 માસથી પગાર ચૂકવાયો જ નથી !

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીડીઅો સાંભળે : પીએફની રકમ પણ જમા કરાઈ નથી
  • ભોગ બનનારા ફરિયાદ કરે તો નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી

કચ્છ જિલ્લા પંચાયતમાં મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારીની કચેરીમાં અેમ.પી.અેચ.ડબ્લ્યુ., અેફ.અેચ.ડબ્લ્યુ અને વોર્ડબોય પૂરાવા પાડવાનો ઠેકો મેસર્સ અેમ. જે. સોલંકી અેજન્સીને અપાયો છે. પરંતુ, ફરજ બજાવતા કર્મચારીઅોને ઠેકેદારે વેતન ચૂકવ્યું નથી, જેથી મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી પાસે ફરિયાદ પહોંચી છે.

મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારીને અપાયેલા અાવેદનપત્રમાં જણાવાયું છે કે, કોરોનાના કપરાકાળમાં દિવસ રાત જોયા વિના કામગીરી કરી છે. ફરજ દરમિયાન પરિવારના સભ્યોને સંક્રમણની ચિંતા હતી. અામ છતાં ફરજ બજાવી છે. અામ છતાં અેજન્સી દ્વારા છેલ્લા 2 માસનું વેતન ચૂકવાયું નથી. કોલ કરીઅે તો કહેવા છે કે, અાજે થશે, કાલે થશે. છેવટે ફોન જ કાપી નાખવામાં અાવે છે. 6 માસથી નોકરી કરનારાના માત્ર 2 માસના પી.અેફ. જમા થયા છે. અેવી પરિસ્થિતિમાં ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. અાઉટસોર્સિંગથી ભરતી થાય છે. પરંતુ, અેજન્સી દ્વારા કર્મચારીઅોનું શોષણ થાય છે. અેજન્સી વિરુદ્ધ ફરિયાદ કરીઅે તો નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી અાપવામાં અાવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો