તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:જિલ્લા પંચાયતમાં ‘ફકીરાને હરાવવાની બધી છૂટ, હું એ બાજુ આવવાનો નથી’

ભુજ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ક્લિપ નવી છે કે જૂની એ અટકળોનો વિષય પણ કાવાદાવા ચરમસીમાએ
 • જિલ્લા પંચાયતના માજી પ્રમુખના પતિ અને ભાજપના અગ્રણીની ઓડિયો ક્લિપ વહેતી થઇ

ભારતીય જનતા પાર્ટીઅે અનેક વાંધા વચકા અને વિરોધ પછી નગરપાલિકા, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની બેઠક ઉપર પક્ષના ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે, જેમાં અેક જ પક્ષના ઉમેદવારના હરાવવા અને પક્ષની જ હરીફ જૂથની વ્યક્તિને નીચા બતાવવા કાવાદાવા શરૂ થઈ ગયા છે, જેમાં જિલ્લા પંચાયતના માજી પ્રમુખના પતિ સાથે ‘ફકીરા’ના કોડવર્ડથી હરીફ જૂથની વ્યક્તિને હરાવવાની પરવાનગી લેવામાં અાવી રહી છે અને બધી છૂટ કહીને મંજુરી પણ અાવી છે. જેની અોડિયો ક્લિપ વહેતી થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પંચાયતની માધાપર બેઠક ઉપર પારુલ રમેશ કારાને ટિકિટ ફાળવવા મુદ્દે જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કાૈશલ્યા જયંત માધાપરિયાના પતિ જીતુ ઉર્ફે જયંત માધાપરિયાઅે વાંધો પડ્યો હતો, જેથી વિરોધ કર્યો હતો. કેમ કે, બંને અલગ અલગ હરીફ જૂથના છે. બીજી તરફ અેક સવા બે મિનિટ્સની અોડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં કોઈ અેક વ્યક્તિ જયંત માધાપરિયાને કોલ કરી પૂછી રહી છે કે, ફકીરાને કેટલા મતથી હરાવવો છે. પહેલા તો જીતુ ઉર્ફે જયંત માધાપરિયા અજાણતા વ્યક્ત કરે છે.

પરંતુ, કોલ કરનારા વ્યક્તિને સાનુકૂળ પ્રતિભાવ ન મળતા તમે ‘કામમાં લાગો છો પછી વાત’ કરવાનું કહે છે, જેથી જયંત માધાપરિયા કહે છે કે, ના ના કામમાં નથી. બોલ, બોલ. અેટલે કોલ કરનાર ફરી પૂછે છે કે, ફકીરાને કેટલા મતથી હરાવવો છે. જેના જવાબમાં જયંત માધાપરિયા કહે છે કે, ‘બધી છૂટ.’ જોકે, અા અોડિયો ક્લિપ ક્યારની છે અને કોની સાથે કોના માટે ‘ફકીરો’ શબ્દપ્રયોગ થયો છે અે ખબર નથી.

પરંતુ, લોકો અેને રમેશ કારા સાથે જોઈ રહ્યા છે. અલબત્ત, બંને હરીફ જૂથને લડાવી ઝઘડાવી ત્રીજો લાભ લઈ લેવાના ઈરાદાથી પણ અાવા કૃત્ય કરતો હોય અે સંભવ છે. કેમ કે, અા તો રાજકારણ છે. અેમાં બધા પોતપોતાના સ્વાર્થ માટે ગમે અે કક્ષાઅે જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો