કચ્છ કોરોના LIVE::જિલ્લામાં કોરોનાનો કહેર, બુધવારે નવા 105 કેસ નોંધાતા એક્ટિવ કેસ 402 થયા

કચ્છ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 70 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા
  • ઓમિક્રોનના કુલ 7 દર્દી સારવાર લઈ રહ્યા છે

કચ્છમાં કોરોના સંક્રમણમાં સતત વધારા સાથે બુધવારે 105 નવા કેસ સામે આવ્યા હતા. જેને લઈ સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપ્યો છે. જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 402 પર પહોંચી છે. જોકે આ વચ્ચે રાહતની વાત એ છે કે બુધવારે 70 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.

બુધવારે નોંધાયેલા કેસમાં ભુજ શહેર 31 ગ્રામ્ય 14, ગાંધીધામ શહેર 36, અંજાર ગ્રામ્ય 4 કેસ, માંડવી શહેર 7, ભચાઉ ગ્રામ્ય 1, મુન્દ્રા શહેર 5 ગ્રામ્ય 5, નખત્રાણા ગ્રામ્ય 1, લખપત ગ્રામ્ય 1 સામે આવ્યા છે.

જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કેસની સંખ્યા કુલ 13550 અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 13046 એ પહોંચી છે. કુલ મૃત્યુ આંક 282 નોંધાયેલા છે. ઓમિક્રોનના કુલ 7 દર્દી સારવાર લઈ રહ્યા છે. જ્યારે હોસ્પિટલમાં માત્ર 12 દર્દી જ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...