તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુદરતી નજારો:કચ્છના ખડીર બેટના રણ વિસ્તારમાં પવનના બળે પાણી આવતા રણ સાગર બન્યું

ભુજએક મહિનો પહેલા
  • રણમાં આજુબાજુના પ્રાંતમાંથી પાણી આવતાં અદભૂત નજારો જોવા મળી રહ્યો છે

કચ્છમાં ચારે તરફ નમકાચ્છિત રણ ધરાવતો એક માત્ર ખડીર વિસ્તાર ચોમાસામાં વરસાદ બાદ બેટમાં ફેરવાઈ જાય છે અને રણ જાણે સાગર જેવું ભાસે છે. એવા કુદરતી ધરોહરના આ વિસ્તારમાં આવેલા અમરાપર ગામની સીરાની વાંઢ પાસેના રણમાં વર્ષા બાદ પાણી આવતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે અને અફાટ ધરતી આકાસના પ્રતિબીબ સાથે આકાશી ભાસી રહી છે.

કચ્છના રણમાં આમતો વર્ષમાં 8થી 9 માસ જેટલા સમય સુધી પાણી રહેતું હોય છે અને શિયાળામાં સુકાઈ જતા સફેસ રણમાં તબદીલ થાય છે. ત્યારે હાલ ખડીર બેટના અમરાપર નજીકના રન વિસ્તારમાં જે પાણી આવ્યા છે. તે બાભડકા પાસે પહેલા પડેલા વરસાદથી જમીન ભીની હતી તેમાં પવનની દીશા બદલાઈ જતા હાલ દક્ષિણથી ઉત્તર તરફ પાણી આવી રહ્યું છે.

આમ તો પાકિસ્તાન અને આ બાજુ રાજસ્થાનમાં અતિભારે વરસાદ કે ડેમના ઓવરફ્લો થવાથી પાણી આવતા રહેતા હોય છે. જ્યારે આ પાણી રાપર તાલુકાના ડાવરી ગામ નજીકના લાકડાં ડેમનું હોવાનું અનુમાન ખડીરના જાણકાર નૂરમામદ કાસમે વ્યક્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...