આયોજન:શહેરમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ, સંસ્કારનો બાળકોને અભ્યાસ કરાવાશે

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થા સંચાલિત વિષ્ણુધર્મ સ્કૂલ વિધાનસભાના અધ્યક્ષાએ ખુલ્લી મુકી

વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યએ ભુજ ખાતે સ્વ.વી.એલ. બારોટ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નિર્મિત વિષ્ણુધર્મ સ્કૂલનું લોકાર્પણ કર્યું હતું.નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતી આ શાળાના ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષાએ જણાવ્યું હતું કે, શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન મહત્ત્વપૂર્ણ છે. વિષ્ણુધર્મ શાળા એના નામમા સંચાલકોના માતા પિતાના નામ રાખી સંસ્કાર દિપાવ્યા છે.ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા ધોરણ 6 થી ધર્મપુસ્તક ગીતાનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરાયો છે.ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનો બાળકોને અભ્યાસ કરાવાશે.જેથી બાળકો પ્રાચીન સંસ્કૃતિને આત્મસાત કરતા થશે.

કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા અને નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર તેમજ એજ્યુકેશન ટ્રસ્ટના હિમાંશુભાઈ બારોટે પણ પ્રસંગોચિત પ્રવચન કર્યાં હતાં.જિલ્લા શિક્ષણ અધિકારી ડો.બી.એન.પ્રજાપતિએ જિલ્લાની શૈક્ષણિક સિધ્ધિ રજૂ કરી હતી.સ્કૂલના આચાર્ય સોનલબેન ચેટજીએ સ્વાગત પ્રવચનમાં શાળાનો હેતુ અને આયોજન રજૂ કર્યાં હતાં.

આ પ્રસંગે સાધુ વિવેક મંગલદાસ સ્વામી તેમજ BAPS સ્વામીનારાયણ ભુજના સંતો, વી.એલ.બારોટ એજ્યુકેશન ટ્રસ્ટ તથા વિષ્ણુ ધર્મ સ્કુલ પરિવારના સ્થાપક ધર્મિષ્ઠાબેન બારોટ, એમ.ડી હેતલબેન બારોટ, સંજયભાઈ બારોટ, કેમ્પસ ડાયેરકટર હેમંતભાઇ બેરા, નીતિન મહેતા, અનિલ ત્રિવેદી, હરેશ વ્યાસ, હર્ષ મહેતા, મીરા વ્યાસ,શિક્ષકો, વિધાર્થીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...