તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસપ્રદ:સુધરાઇની ચૂંટણીમાં ભાભીએ કોંગ્રેસમાંથી અને નણંદે ભાજપમાંથી નોંધાવી ઉમેદવારી

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કોંગ્રેસના દબદબાવાળા વોર્ડ નં. 1 અને 3માં અનોખો ચૂંટણી જંગ
 • એકે પંજો બતાવી દીધો તો બીજીએ કમળ આગળ ધરી દીધું

ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 3માં અનોખો ચૂંટણી જંગ જોવા મળ્યો છે, જેમાં કોંગ્રેસના ગઢ અને મુસ્લિમોની વધુ વસ્તીવાળા વોર્ડ નંબર 1માં ભાભીઅે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે તો વોર્ડ નંબર 3માં નણંદે ભાજપમાંથી નામાંકન પત્ર ભર્યું છે, જેથી રાજકારણમાં બંને સંબંધીઅોમાંથી અેકે પંજો બતાવી દીધો છે તો બીજીઅે કમળ ધરી દીધું છે. જોકે, મતદાન બાદ ખબર પડશે કે ચૂંટણી જંગમાં ઉતરવાનો કોનો નિર્ણય સાચો હતો અને કોનો નિર્ણય ખોટો હતો.ભુજ શહેરના વોર્ડ નંબર 1થી 3માં મુસ્લિમ વસ્તી વધુ છે અને કોંગ્રેસનો ગઢ ગણાય છે. કેમ કે, ગત 2015ની ચૂંટણીમાં વોર્ડ નંબર 1થી 3ની તમામ બારેબાર બેઠકો કોંગ્રેસે કબજે કરી લીધી હતી.

જોકે, વોર્ડ નંબર 2ની અેક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી અેક બેઠક અાંચકી લીધી હતી. પરંતુ, અા વખતે 2021ની ચૂંટણીમાં અનોખો જંગો જોવા મળશે. કેમ કે, વોર્ડ નંબર 1માં સામાન્ય સ્ત્રી બેઠક ઉપર કોંગ્રેસમાંથી મરીયમ હાસમ સમાઅે ઉમેદવારી નોંધાવી છે અને વોર્ડ નંબર 3માં સામાન્ય સ્ત્રી બેઠક ઉપર ભાજપમાંથી હાસમ સમાના સગા બહેન અને મરીયમના નણંદ શેરબાનુ સીધીક સમાઅે નામાંકન ભર્યું છે.

અામ, રાજકારણે ભોજાઈ અને નણંદને ચૂંટણીમાં જંગમાં અલગ અલગ પક્ષમાં ખડા કરી દીધા છે. જોકે, બંનેને લડાઈ અેક જ વોર્ડમાં નથી. અલગ અલગ વોર્ડમાં અને અલગ અલગ ઉમેદવાર સામે છે. પરંતુ, અલગ અલગ વિચારસરણીને અનુસરવા મજબૂર કરી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2015ની ચૂંટણીમાં ભાભી મરીયમ હાસમ સમા વોર્ડ નંબર 1માંથી ચૂંટાઈને કોંગ્રેસી નગરસેવિકા બની ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો