પશુ પર હુમલો:બન્ની વિસ્તારમાં માલધારીની ભેંસ પર કોઈ ઈસમે ધારદાર હથિયાર વડે હુમલો કર્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુહાડી જેવા હથિયાર વડે ભેંસ પર હુમલો કરાતા ભેંસ ઈજાગ્રસ્ત થઈ
  • ભેંસ પર થયેલા હુમલા અંગે ખાવડા પોલીસ મથકમાં અરજી કરાઈ

ભુજના બન્ની વિસ્તારમાં એક ભેંસ ઉપર કોઈએ કુહાડી જેવા હથિયાર વડે તીવ્ર વાર કરીને ગંભીર ઇજા પહોંચાડી હતી. માલધારીની કિંમતી ભેંસ પર થયેલા હુમલા અંગે ખાવડા વિસ્તારના મોટા સરાડા ગામના લોકોએ કસુરવારોને શોધી કડક કાર્યવાહીની રજૂઆત ખાવડા પોલીસ મથકે અરજી સ્વરૂપે કરી હતી.

કસૂરવાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગખાવડા વિસ્તારના મોટા સરાડા ગામના માલધારી અલી જત ગુલામ હુસેન દ્વારા ખાવડા પોલીસ મથકે આપેલી અરજીમાં જણાવ્યાં અનુસાર મુખ્યમંત્રી ઘાસચારા વિકાસ યોજના હેઠળ વન વિભાગ દ્વારા બનાવાયેલા પ્લોટમાં અમારી ભેંસ ઘુસી ગઈ હતી, જેના પર કોઈએ હથિયાર વડે ઇજા પહોંચાડી છે. ત્યારે આ બનાવની યોગ્ય તપાસ હાથ ધરી કસૂરવાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...