પાણીની રામાયણ શરૂ:પછાત વિસ્તારોમાં પાણી ના આવતા મહિલાઓ કપડા ધોવા માટે નગરપતિના ઘરે જઇ પહોંચી

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનિચ્છનીય ઘટના અટકાવવા પોલીસે 23 મહિલા અને 2 પુરુષોની કરી અટકાયત
  • વોર્ડ નંબર 8ના લોકોની વસાહતમાં સુવિધા ન અપાતા અનોખો વિરોધ

ભુજ શહેરના વોર્ડ નંબર 8ના કેટલાક પછાત વિસ્તારોમાં પીવાના પાણી, ગટર, સફાઈ, રોડ લાઈસ સહિતની કેટલીક પ્રાથમિક સુવિધાઅોનો અભાવ છે, જેથી ભુજ નગરપાલિકામાં અવારનવાર રજુઅાત કરાઈ છે. પરંતુ, ઉકેલ અાવ્યો નથી, જેથી સોમવારે સવારે નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરના ઘર પાસે કપડા ધોવા પહોંચી ગઈ હતી. જોકે, અનિચ્છનીય ઘટના ટાળવા અગમચેતી રૂપે પોલીસ અગાઉથી ગોઠવાઈ ગઈ હતી અને 23 મહિલા અને 2 પુરુષની અટકાયત કરી હતી.

વોર્ડ નંબર 8માં અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ પરાજિત થયેલા દિગ્વિજયસિંહ જાડેજાના નેજા હેઠળ રાવલવાડી સ્થિત રઘુવંશીનગર થઈને રેલી સ્વરૂપે મહિલા મોરચો ગાયત્રી મંદિર સામે નગરપતિના ઘર પાસે અાવ્યો હતો. જેમણે પાણી અાપો પાણી અાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, સલામતીના ભાગ રૂપે પોલીસ વાહન સાથે અગાઉથી તૈયાર ઊભી હતી, જેથી મહિલા મોરચો રોડ ઉપર બેસી ગયો હતો. જેને પોલીસ વાહનમાં નાખી ખસેડ્યો હતો.

8 દિવસથી ટેન્કર બંધ છે
દેવીપૂજક સમાજની મહિલાઅોઅે રજુઅાત કરી હતી કે, નળવાટે પાણી વિતરણની સુવિધા નથી અને ટેન્કર મારફતે પાણી પહોંચતું કરાતું નથી. પીવાનું પાણી તો ઠીક ઘર વપરાશનું પાણી પણ અપાતું નથી.

સુવિધા ઊભી કરવા નિર્ણય લેવાઈ ગયો છે : પ્રમુખ
નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, જાડેજાની ભલામણથી ટેન્કરથી પાણી પહોંચાડતા હતા. પરંતુ, દિવસો દિવસ વધુને વધુ ટેન્કરની માંગણી થતી હતી, જેથી બંધ કર્યું. વળી વિતરણમાં ભેદભાવના અાક્ષેપો થયા હતા. બાકી અે વિસ્તારમાં નળ સ્ટેન્ડ બનાવવાનો નિર્ણય લેવાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...