તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા કેસ:એન્ટિલિયા કેસમાં મુંબઇથી પકડાયેલા ભુજના બુકીની તપાસનો દોર બન્યો તેજ

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાઇ પ્રોફાઇલ પ્રકરણમાં દબોચાયેલા બુકી નરેશ ગોરે સિમકાર્ડ મેનેજ કરાવી આપ્યા હતા
 • અમદાવાદના બોડકદેવમાંથી સીમકાર્ડ ખરીદનાર કારખાનેદાર પણ પકડાયો
 • મુંબ્રાની ખાડીમાં કોન્સ્ટેબલ શીંદે અને ગોરને સાથે રાખીને સીન રિક્રિયેટ કરાયો

મુંબઇના એન્ટિલિયા કેસમાં અમદાવાદથી ખરીદાયેલા 14 સીમકાર્ડમાંથી 5 સીમ અપાવનાર ભુજના બુકી નરેશ ગોરને મુંબઇથી મહારાષ્ટ્ર એટીએસએ દબોચી લીધા બાદ મુંબઇ અને અમદાવાદમાં તપાસનો દોર તેજ બન્યો છે. આ સિમકાર્ડ અમદાવાદની ખરીદાયા હતા, જે સીમ અપાવનાર ભુજના બુકી નરેશ ગોરને મુંબઇના મુબરામાંથી એટીએસએ દબોચી લીધો હતો. આ સિમકાર્ડ અમદાવાદના બોડકદેવમાંથી ખરીદાયા હતા જે કારખાનેદારને પણ ઉઠાવી લેવાયો હતો.

બીજી તરફ મુંબ્રાની ખાડીમાં પોલીસે નરેશ ગોર અને વાઝેના સાગરીત કોન્સ્ટેબલ વિનાયક શિંદેને સાથે રાખીને ક્રાઇમ સિન રિક્રિયેટ કરાયો હતો. મુળ ભુજના અને છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ, મુંબઇ વસતા બુકી નરેશ ગોર એટીએસની પુછતાછમાં જણાવ્યું હતું કે, મનસુખની હત્યા પહેલા તેણે પાંચ સિમકાર્ડ અલગ અલગ નામે અમદાવાદથી મંગાવ્યા હતા. આ સિમકાર્ડ ખરીદવાની સૂચના સચીન વાઝે તરફથી અપાઇ હતી.

પાંચ પૈકી એક સિમકાર્ડ ખુદ સચીન વાઝે ઉપયોગ કરતા હોવાની કબુલાત કરી હતી. તો બીજી તરફ નરેશ ગોરને આ સિમકાર્ડ અમદાવાદથી મળ્યા હતા, અમદાવાદના ગાયત્રી ટ્રેડર્સના માલિક કિશોર ઠક્કરે કુલ 14 સિમકાર્ડ ખરીદી કર્યા બાદ પાંચ સિમ કાર્ડ નરેશ ગોરને મોકલાવ્યા હતા. અમદાવાદથી એટીએસની ટુકડીએ તેની પણ ધરપકડ કરી મુંબઇ પહોંચી હતી. નરેશ ગોર અને કિશોર ઠક્કર વચ્ચે કનેકશન પણ એટીએસની ટીમને મળી આવ્યું હતું.

નરેશ ધમા ટાઇગર પાસે સોદા લખતો
‘ધમો ટાઈગર’ ક્રિકેટ સટ્ટામાં કુખ્યાત નામ છે. અગાઉ નરેશ ગોર ધમા ટાઇગર પાસે લેપટોપમાં સોદા લખતો હતો. લેપટોપમાં સોદા લખવામાં માહિર અને હિસાબ કિતાબમાં સચોટ નરેશ ગોર ભુજ મુકી અમદાવાદના બુકી પાસે પહોંચ્યો હતો, બાદમાં તે ક્રિકેટ મેચના સટ્ટાની લાઇનના પગથીયા ચઢતો ગયો અને મુંબઇ પહોંચ્યો હતો. મુંબઇના મુખ્ય બુક્કીઓના સોદા કટિંગ કરતો નરેશ ગોર એન્ટિલિયાના ચર્ચાસ્પદ પ્રકરણમાં પકડાઇ ચુકયો છે.

દેવલાલીનો કચ્છી ગોડફાધર ભૂગર્ભમાં ઉતરી ગયો ​​​​​​​
કચ્છના સટ્ટાબજારના સુત્રોના કહેવા પ્રમાણે નરેશનો ભુતપૂર્વ ‘શેઠ’ ધમાથી પણ મોટો બુકી એવો મહારાષ્ટ્રનો દેવલાલી સ્થિત વાગડ કચ્છનો ગોડફાધર નરેશની ધરપકડથી ભુગર્ભમાં ઉતરી ગયો છે.

પશ્ચિમ કચ્છ પોલીસે નરેશના ઇતિહાસને તપાસ્યો
મુંબ્રામાંથી મુળ ભુજનો બુકી નરેશ ગોર પકડાતા પશ્ચિમ કચ્છ પોલીસની મહત્વની શાખાએ તેના ઇતિહાસ જાણવા તજવીજ હાથ ધરી હતી. અગાઉ કેટલા ગુના નોંધાયા છે તેમજ પરિજનો કયાં રહે છે અને શું વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવા મુદ્દાઓ અંગે પોલીસે છાનબીન શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો