તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:સુધરાઇમાં ઉમેદવારી પહેલાં શાૈચાલયના પ્રમાણપત્ર લેવા ધસારો થયો

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી કરવા માટે શાૈચાલયના ઉપયોગ કરતા હોવાની બાંહેધરી અાપવી પડે છે. જે માટે શાૈચાલય પાસે ઊભા રહી પડાવેલો ફોટો રજૂ કર્યા બાદ પ્રમાણપત્ર અાપવામાં અાવે છે, જેથી પ્રમાણપત્ર લેવા ધસારો થઈ ગયો છે. કેન્દ્ર સરકારે જાહેરમાં શાૈચ મુક્ત માટે અેન.યુ.અેલ.અેમ. શાખા મારફતે શાૈચાલય બનાવવા રોકડ સહાય અાપી હતી.

અેટલું જ નહીં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે રહેણાકના મકાનમાં શાૈચાલય ધરાવતા હોવાના પુરાવા માટે અેન.યુ.અેલ.અેમ. શાખામાં શાૈચાલય સાથે ફોટો સાથે લેખિતમાં બાંહેધરી અાપવી પડે છે. જેના અાધારે પ્રમાણપત્ર અપાય છે. જે ઉમેદવારી ફોર્મમાં બિડવાનું હોય છે, જેથી ભુજ નગરપાલિકામાં શાૈચાલય પાસે ઊભા હોય અેવા ફોટા સાથે બાંહેધરી પત્ર અાપવા ધસારો થયો છે. અેન.યુ.અેલ.અેમ શાખાના મેનેજર કિશોર શેખાઅે જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે 30 ઉપરાંત બાંહેધરી અાવી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો