તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • In The Absence Of The Opposition, 34 Members Of The Ruling Party Were Present At The Anjar Palika Meeting. The Meeting Was Completed In 10 Minutes And A Budget Of Rs 104 Crore Was Passed.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ મંજૂર:વિપક્ષની ગેરહાજરીમાં અંજાર પાલિકાની બેઠકમાં સત્તાપક્ષના 34 સભ્યો હાજર રહ્યા, 10 મિનિટમાં સભા પૂર્ણ થઈ, 104 કરોડનું અંદાજપત્ર પસાર

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અંજાર નગરપાલિકાની વર્ષ 2021–22ની બજેટની ખાસ સામાન્ય સભાની મીટીંગ નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન દિલિપભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને કચેરીના મુખ્ય સભાખંડ ખાતે મળી હતી. જેમાં રૂ. 104,19,98,753નું બજેટ પાલિકામાં વિપક્ષના એકમાત્ર સભ્યને કોરોનાના થયો હોવાના કારણે તેમની ગેરહાજરી અને સત્તાપક્ષના 34 સભ્યોની હાજરી વચ્ચે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

આ બજેટમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ મનોરંજન કર માપદંડની ગ્રાન્ટ, શહેરી ગરીબી વિકાસ યોજના, વ્યવસાય વેરા ગ્રાન્ટની રકમ રૂ. 150 લાખ પાણી, ગટર, રસ્તા, સાધનો ખરીદી, સ્ટ્રીટ લાઈટ વિગેરેના કામો શહેરના પછાત વિસ્તારોમાં વિકાસના કામો. અન્ય સામાન્ય સભા તરફથી મળતા સુચન મુજબના કામો માટે – રસ્તા પાકા બનાવવાના કામો રૂ. 100 લાખ સામાન્ય સભામાં સદસ્યના મળતા સુચન મુજબના કામો માટે, જાહેર બગીચામાં નવીન કામો રૂ. 10 લાખ બગીચામાં બાળ ક્રીડા તથા બગીચામાં સુધારા વધારાના કામોનો સમાવેશ થાય છે.

સુવર્ણ જયંતી શહેરી વિકાસ અન્વયે શહેરી રોજગાર કાર્યક્રમ રૂ. 16 લાખ, શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોજગારીલક્ષી તાલીમ- બેંકેબલ સબસીડી માટે, નગરપાલિકા હસ્તકની સ્કુલોમાં સુધારા - વધારા રૂ. 100 લાખ, નગરપાલિકા દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં સફાઈ તથા પાયાની સુવલતો ઉભી કરવા અંગે, નવા શોપીંગ સેન્ટરો રૂ. 348 લાખમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં શોપીંગ સેન્ટર બનાવવાનું કામ માટે તથા જીલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી રૂ. 30 લાખ સંસદસભ્યની ગ્રાન્ટના કામો માટે રૂ. 100 લાખ, ધારાસભ્યની ગ્રાન્ટના કામોનો સમાવેશ થાય છે.

15 ટકા વિવેકાધીન ગ્રાન્ટ રૂ. 70 લાખ, નગરપાલિકા ઓફીસમાં સોલાર સિસ્ટમ તથા રીનોવેશન ફર્નીચર અને ઝેરોક્ષ મશીન રૂ. 40 લાખ નગરપાલિકા ઓફીસમાં સોલાર સીસ્ટમ તથા રીનોવેશન વગેરે વાજપાઈ નગર વિકાસ યોજના ભાગ –2 રૂ. 50 લાખ ગાઈડ લાઈન મુજબના કામો પાણી યોજના, ગટર યોજના, રસ્તાઓ નવા બનાવવાના કામો માટે, નયા અંજારમાં નવીનીકરણના કામો રૂ. 25 લાખ વિકસતા વિસ્તારોમાં બગીચા તથા અન્ય સુવિધાઓ ઉભી કરવા અંગેના કામો, શહેરમાં તળાવ સુધારા વધારાની ગ્રાન્ટ રૂ. 25 લાખના કામો માટેની રકમ સર્વાનુમતે બહાલ રાખવામાં આવી હતી.

શહેરના વિવિધ વિકાસકામો માટે માતબર રકમની ફાળવણી કરાઈ
શહેરના પ્રાણરૂપી પાયાની સુવિધાઓ માટે માતબર રકમની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના તળાવ ડેવલોપમેન્ટ અંગેનું આયોજનના કામો માટે, કેન્દ્ર પુરસ્કૃત યોજના 14મું નાણાપંચ ગ્રાન્ટ રૂ. 350 લાખ, પાણી પુરવઠાના કામો જરૂરી સાધનો તથા રસ્તાઓ ગટર અને સફાઈ અંગેના કામો માટે 15માં નાણાંપંચના કામો રૂ. 500 લાખ, પાણી પુરવઠાના કામો જરૂરી સાધનો તથા રસ્તાઓ ગટર અને સફાઈ અંગેના કામો, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનભાગીદારી રૂ. 400 લાખ, પાણી પુરવઠાના કામો જરૂરી સાધનો તથા રસ્તાઓ ગટર વિગેરે અંગેના કામો માટે, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી. રૂ. 510 લાખ શહેરમાં પીવાના પાણીનું આયોજન, રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ આરોગ્યલક્ષી સેવા, શૈક્ષણિક સેવા અંગેના કામો, સામાન્ય સભા તરફથી મળતા સુચન મુજબના કામો માટે, જી.યુ.ડી.એમ. અંતર્ગત પાણી પુરવઠા અને ગટર યોજના રૂ. 900 લાખ નવી પાણી પુરવઠા યોજના સામાન્ય સભા તરફથી મળેલ સુચન મુજબના કામો માટે, શહેરના મુખ્યમાર્ગોના ડીવાઈડરનું નવીનીકરણ રૂ. 25 લાખ, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રાન્ટ રૂ. 600 લાખ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેના ઈકવીપમેન્ટ અને વ્હીકલ ખર્ચ માટે, અંજાર શહેરમાં ભુગર્ભ ગટર યોજના રૂ. 14 લાખ, અંજાર શહેરમાં ભુગર્ભ ગટર યોજનાેના કામો માટેની રકમ સર્વાનુમતે બહાલ રાખવામાં આવી હતી.

સભાની શરૂઆત વંદે માતરામ ગાનથી કરાઈ
અંજાર નગરપાલિકાની પરંપરા મુજબ સભાના અંતે રાષ્ટ્રગીત ગાઈ કરવામાં આવે છે. જે પરંપરા જાળવતા આજે સભાની શરૂઆતમાં પહેલા રાષ્ટ્રગાન વંદે માતરમ ગાઈ કરવામાં આવી હતી. જે બાદ બજેટ પસાર થઇ ગયા બાદ સભા પૂર્ણ કરતા પહેલા રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો