નેત્રયજ્ઞ:માંડવીમાં યોજાયેલા 30મા નિઃશુલ્ક નેત્રયજ્ઞમાં 72 દર્દીઓની તપાસ સહિત 18ના ઓપરેશન કરાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવી લોહાણા બોડીંગ આયોજીત અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ (રાજકોટ)ના સહયોગથી સર્વે જ્ઞાતિજનો માટેનો 30મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં સહયોગી દાતા તરીકે રસીલાબેન મંગલદાસ ઠક્કર પરિવાર રહ્યો હતો. જેમાં 72 દર્દીઓની આંખ ની તપાસણી કરાઈ હતી. જે પૈકી 18 ઓપરેશન લાયક દર્દીઓને રાજકોટ લઈ જવાયા હતા.

બોર્ડીંગના પ્રમુખ હિરેશભાઈ ગણાત્રા, દાતા, ચિંતન ઠક્કર, ટ્રસ્ટના ડો.જયેશ મહેતા, લલીત પરમાર, ડો.પિયુષ ડોડીવાડીયા, ડો.યસ્વીબેન અસારી વગેરેએ સેવા આપી હતી. કાર્યક્રમના અધ્યક્ષ જણાવ્યું હતું કે માંડવી લોહાણા બોડીંગ દ્વારા સેવા, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે. સર્વે જ્ઞાતિજનો માટે મેડીકલ સાધનો, ઓક્સિજન કન્સ્ટ્રેન્ટર પણ બોર્ડીંગ ખાતે ઉપલબ્ધ છે. નેત્રયજ્ઞ સાથે જિ.પં. આયુર્વેદ શાખા દ્વારા દર મહીને કોરોના સામે રક્ષણ ઈમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક ઉકાળો તથા હઠીલા રોગોનું નિદાન અને ચકાસણી કરી તે માટે આયુર્વેદિક ઉપચાર, દવા તથા હોમિયોપેથિક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ કરાય છે. આ પ્રસંગે વિશાલભાઈ ગઢવી દ્વારા આણંદના આર્યાભિષેક યોગાપથી ટ્રસ્ટના સહયોગથી બાળકોમાં બુદ્ધિશકિત વિકસાવવા તથા ઈમ્યુનિટી વધારવા માટે સુવર્ણપ્રાસ ગોળી વિશે વિસ્તૃત સમજણ આપેલ અને પુરતો પોષણ મળે તે માટે તેમના ટ્રસ્ટ દ્વારા તા.28/10થી દરેક બાળકને બોર્ડીંગ મધ્યે નિઃશુલ્ક આપવામાં આવી રહ્યા છે. મંત્રી જયેશભાઈ સોમૈયાએ જણાવેલ કે, આ કેમ્પ થકી માંડવી તથા તાલુકાના 5,000 દર્દીની આંખની ચકાસણી અને તે પૈકી ઓપરેશનલાયક 987 દર્દીઓના મોતિયાના સફળ ઓપરેશન કરાયા છે. અગાઉ ભોજાય સર્વોદય ટ્રસ્ટના સહકારથી 321થી વધુ આંખના ઓપરેશન અહીં કરાયા છે. તા.19/11ના કેમ્પના સહયોગી દાતા આરીફભાઈ ઈબ્રાહીમભાઈ ખત્રી પરિવાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...