તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સુથરીમાં શખ્સને ભાણેજ, પત્ની-પુત્રીએ માર મારી 3.10 લાખની મતા લૂંટી લીધી

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભોગગ્રસ્તને મનમાં લાગી આવતા ઝેરી દવા પીધી

અબડાસા તાલુકાના સુથરી ગામે રહેતા શખ્સને તેનો ભાણેજ, પત્ની અને પુત્રી સાથે મળી માર મારી અઢી લાખના દાગીના અને રોકડ લુંટી લેવાના આરોપસર કોઠારા પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. ફરિયાદીને મનમાં લાગી આવતા ઝેરી દવા પણ પી લીધી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ જયેશભાઇ શિવજીભાઇ રાજગોર (રહે. સુથરી)વાળાએ પોતાની પત્ની સુનિતા રાજગોર, પુત્રી રિદ્ધિ જયેશ રાજગોર અને ભાણેજ જીગર દિનેશ રાજગોર (રહે. મસ્કા, માંડવી)વાળા સામે ફોજદારી નોંધાવી હતી.

ગત 13મી તારીખે ફરિયાદી ઘરે હતા ત્યારે ભાણેજ જીગર આવ્યો હતો અને પૈસાની માગણી કરી હતી. પૈસા આપવાની ના પાડતા ત્રણેય સાથે મળી માર માર્યો હતો, ફરિયાદી બેભાન થઇ જતા ત્રણેય જતા નાસી છુટયા હતા. બે દિવસની સારવાર લીધા બાદ ફરિયાદી ઘરે આવીને જોતા પેટીમાં રાખેલા રૂપિયા 60 હજાર, સોનાની બુટ્ટી 5 જોડી, કાનની શેર એક જોડી, સોનાની વીંટી 5, સોનાના કેડા 2, સોનાની પોંચી 1, ચાંદીના બે જોડી સાકરા, કંઠી એક મળી કુલ 2,50,000ના દાગીના એમ કુલ 3,10,000ની માલમતા લુંટી ગયા હતા. લુંટ કરી ગયા હોવાનું મનમાં લાગી આવતા ફરિયાદીએ 18મી તારીખે ઘરમાં રહેલી કપાસમાં છાંટવાની દવા પી ગયા હતા. કોઠારા પોલીસે ત્રણેય સામે ફોજદારી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો