તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • In Small And Medium Cities Like Bhuj, The Government Has Been Neglecting The Land Rights Of The Poor For The Last Four five Years.

કાર્યશાળા:ભુજ જેવા નાના-મધ્યમ શહેરોમાં છેલ્લા ચાર-પાંચ વર્ષોથી ગરીબોના જમીન અધિકાર પ્રત્યે સરકાર દ્વારા સેવાતું દુર્લક્ષ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્ર સ્તરની કાર્યશાળામાં અા મુદ્દે રાજ્યભરની સંસ્થાઅોને અેકજૂટ બનવા હિમાયત

ભુજમાં રાજીવ ગાંધી અાવાસ યોજનામાં 314 મકાનો બન્યા બાદ છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં શહેરી ગરીબોના જમીન અધિકાર સંદર્ભે દુર્લક્ષ દાખવાઇ રહ્યું છે તેવો સુર અહીં યોજાયેલી રાષ્ટ્ર સ્તરની કાર્યશાળામાં વ્યક્ત કરી શહેરી ગરીબોના જમીન અધિકાર માટે ગુજરાતની સંસ્થાઅો અેક જુટ બને અેવી હિમાયત કરવામાં અાવી હતી.

ઝુપડપટ્ટીવાસીઅો માટે જમીનની લાંબા ગાળાની સુરક્ષા સંદર્ભે વિવિધ રાજ્યોના અનુભવો અને ગુજરાતના ભુજ જેવા નાના અને મધ્યમ કદના શહેરોમાં અા વિશે શક્યતાઅો તપાસવા માટે અેક દિવસીય કાર્યશાળા યોજાઇ હતી, જેના અાયોજકો હોમ્સ ઇન ધ સિટી (HIC) અને સ્કુલ અોફ હેબીટાટ સ્ટડીઝ, ટાટા ઇન્સ્ટીટ્યુટ અોફ સોશિયલ સાયન્સ (મુંબઇ)ના ઉપક્રમે કરાયું હતું. અેચ.અાઇ.સી.ના ડાયરેકટર અસીમ મિશ્રઅે ભુજનો દાખલો ટાંકીને કહ્યું હતું કે અા સમયમાં રાજ્ય સરકારની નીતિમાં બદલાવ લાવવા અા પ્રકારની કાર્યશાળા ઉપયોગી બની રહેશે. શહેરી ગરીબોના જમીન અધિકાર માટેનો મુસદો તૈયાર કરી તેની અેડવોકસી કરવામાં અાવે તેવો નિર્ણય અા તકે લેવાયો હતો.

બીજા સત્રમાં મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટના સોનલબેન બ્રહ્મભટ્ટ, સાથ સંસ્થાના પરેશભાઇ સાકરીયા, અેચડીઅારસીના શહેનાઝબેન ખાન, અેસઅેક્ષઅેસઅેસઅેસના સુનીલભાઇ રાજ અને નવસર્જન ટ્રસ્ટના શેરોન ચાૈધરીઅે ગુજરાતમાં પોતાના કાર્યક્ષેત્રોમાં જમીન અધિકાર સંદર્ભે થયેલી કામગીરી અને પડકારો વિશે રજૂઅાત કરી હતી. હુન્નરશાળા ફાઉન્ડેશનના અાદિત્ય સિંઘે રાપર અને ભુજમાં રાજીવ ગાંધી અાવાસ યોજનામાં થયેલી કામગીરી જણાવી હતી. ભુજમાં બનેલા જમીન અને અાવાસ અધિકાર મંચના ફાતમાબેન જત, સલીમભાઇ અને મીનાક્ષીબેન ચાૈહાણે મંચની પ્રવૃતિઅો વર્ણવી હતી. ભુજની હુન્નરશાળા, સેતુ અભિયાન અને અેક્ટ સંસ્થાના પ્રતિનિધિઅો અને સ્લમ વિસ્તારના પ્રતિનિધિઅોઅે કાર્યશાળામાં જોડાઇ પ્રશ્નોતરી કરી હતી.

સમાપનમાં ટાટા ઇન્સ્ટીટ્યુટ અોફ સોશિયલ સાયન્સ, મુંબઇના અમિમતાબેન ભીંડે અને અેચઅાઇસીના સંદીપભાઇ વીરમાણીઅે અાગામી સમયમાં ગુજરાતના શહેરી ગરીબોને પણ જમીનનો અધિકાર મળે અે માટે કેવા પ્રયાસો કરવાની જરૂઅાત છે અે વિશે સૂચનો કર્યા હતા.

ત્રણ રાજ્યોના અનુભવ રજૂ થયા
ટાટા ટ્રસ્ટ અોરિસ્સાના અર્બન હેબીટાટ પ્રોગ્રામના શિષિર દાસે ત્યાં ગરીબ અાવાસોની દિશામાં થયેલ પરિવર્તનશીલ કામગીરી વર્ણવી હતી, તો પંજાબ મ્યુનિસીપલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપેમન્ટ કંપની (ચંદીગઢ)ના અર્બન પ્લાનર અનુપ કાૈરે પંજાબ સ્લમ ડેવલર્સ પ્રોપરાઇટરી અેક્ટ 2020 અને તેના અમલીકરણની અને સ્લમ ફ્રી પંજાબના મિશનની માહિતી અાપી હતી. જ્યારે ‘ફ્લેટ નહીં પટ્ટા ચાહીઅે, જમીન કા અધિકાર ચાહીઅે’ અેવી સંકલ્પના સાથે મહારાષ્ટ્રના નાગપુરમાં કાર્યરત યુવા સંસ્થાના નીતિનભાઇ મેશરામ, પીઢ પત્રકાર અનિલભાઇ વાસનિક અને શહેર વિકાસ મંચના રાજકારણ વણજારીઅે નાગપુરની લક્ષ્મીનગર સ્લમમાં કેવા સંઘર્ષ સાથે રહેવાસીઅોને જમીનનો પટ્ટો અપાવવામાં સફળતા મળી તેની વાત અેક ડોક્યુમેન્ટરી દ્વારા પ્રસ્તુત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...