તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:સંજોગનગરમાં યુવાનોએ મુન્દ્રાના વકીલને માર માર્યો

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 108 મારફતે જી કે હોસ્પિટલમાં ખસેડાયો

શહેરના સંજોગનગર મધ્યે એક ધારાશાસ્ત્રીના ઘરની બહાર જ મુન્દ્રાના યુવાન ધારાશાસ્ત્રીને બે-ચાર યુવાનોએ માર માર્યો હતો જેથી તેણે પોલીસનો સંપર્ક કરતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજના જી કે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જો કે મોડી રાત સુધી એ ડિવિજન પોલીસ મથકે ગુનો દાખલ થયો ન હતો. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના સંજોગનગર વિસ્તારમાં ધારાશાસ્ત્રીના ઘર બહાર મુન્દ્રાના યુવાન ધારાશાસ્ત્રી હનીફભાઈ જત પર બે-ચાર યુવાનોએ હુમલો કર્યો હતો જેથી તેણે પોલીને જાણ કરી હતી, યુવાન વકીલને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ૧૦૮ એમ્બયુલન્સમાં જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ મામલે પશ્ચિમ કચ્છ એસપી કંટ્રોલ રુમમાંથી જાણવા મળ્યુ હતુ કે મુન્દ્રાના યુવાન પર ભુજમાં હુમલો થયો છે વધુ વિગત એ ડિવિજન પોલીસ મથકે નોંધાશે. એ ડિવિજન પોલીસ મથકે સંપર્ક કરતા કહ્યું હતું કે હજુ સુધી આવી કોઇ ઘટના પોલીસ ચોપડે નોંધાઇ નથી. નોંધનીય છે કે ધારાશાસ્ત્રી અને હુમલો કરનાર યુવકો એક જ સમાજના હોવાથી મામલો પોલીસ મથકે પહોંચે તે પુર્વે જ સમાધાન થઇ ગયું હોય તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. વકીલ પર હુમલાનો બનાવ બનતા ધટના સ્થળે અફરાતફરીના માહોલ ઊભો થયો હતો, જો કે પોલીસ મથકે મામલો ચડયો ન હોવાથી કયા કારણોસર યુવાનોએ હુમલો કર્યો તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...