દુષ્કર્મ:સાંગનારામાં સગીરાને લગ્નની લાલચ આપી નરાધમે દુષ્કર્મ આચર્યું

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનારની માતાએ નખત્રાણા પોલીસમાં ફરિયાદ લખાવી
  • ​​​​​​​આઠ માસનો ગર્ભ રહી જતાં આરોપી વિરૂધ પોક્સોનો ગુનો

નખત્રાણા તાલુકાના એક ગામની સગીર વયની છોકરીને લગ્નની લાલચ આપી યુવકે વારંવાર દુષ્કર્મ ગુજારીને 8 માસનો ગર્ભ રાખી દેતાં નખત્રાણા પોલીસ મથકમાં આરોપી વિરૂધ દુષ્કર્મ પોક્સો સહિતની કલમ તળે ગુનો નોંધવામાં આવ્યો છે. નખત્રાણા પોલીસ મથકે ભોગબનાર સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સાંગનારા ગામે રહેતો જયપાલસિંહ ભારૂભા ગોહિલ નામનો યુવક ફરિયાદી મહિલાની સગીર વયની દિકરીને લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઇ જઇ ધાકધમકી કરીને સગીરાની મરજી વિરૂધ વારંવાર શરીર સબંધ બાંધી સગીરાના પેટમાં 32 અઠવાડીયાનો ગર્ભ રાખી દીધો હતો.

સગીરા ગર્ભવતી હોવાની જાણ કન્યાના પરિવારજનોને થતાં પુછપરછ દરમિયાન આરોપી જયપાલસિંહ દ્વારા તેણી સાથે અવારનવાર શરીર સબંધ બાધ્યો હોવાનું અને તેના કારણે ગર્ભ રહ્યો હોવાનું ખુલતાં સગીરાની માતાએ નખત્રાણા પોલીસ મથકમાં આરોપી વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. નખત્રાણા પોલીસે આરોપી સામે દુષ્કર્મ પોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધી ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...