તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમાનવીય:પૂર્વ કચ્છના સામખીયાળીમાં કોઈ વિકૃતિ શખ્સે અબોલ પશુ નંદી પર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નંદી પર હુમલો કરાતા જીવદયાપ્રેમીઓમાં રોષ

પૂર્વ કચ્છના સમાખીયાળી ગામે ફરી એક વાર ગામમાં ફરતા આંખલા પર કોઈએ ધારીયા, કુહાડી જેવા ધારદાર હથયાર વડે જોરદાર વાર કરતા ગંભીર ઈજાઓ પહોંચાડો હોવાનો બનાવ સામે આવ્યો હતો.

સામખીયાળી ગામના જંગી રોડ પર આવેલા પ્લોટ વિસ્તારમાં સુતાર સમાજ વાડી પાસે આ ઘટના બનવા પામી હતી. ઇજાગ્રસ્ત નંદીને ગામના જયસુખ કુબડીયા, કાનજીભાઈ હેઠવાડિયા સહિતના જીવદયાપ્રેમીઓએ, મહા મહેનતે ચામડીમાં ટાંકા લઈ સારવાર આપી હતી.

કાનજીભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી વિકૃત માનસિકતા ધરવાત કોઈ શખ્સ દ્વારા અબોલ પશુ ઉપર આ પ્રકારના હુમલા કરાઈ રહ્યા છે. જેનું પ્રમાણ હાલમાં ખૂબ વધી જવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...