• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • In Samakhiali Of East Kutch, A Hindu Brother Greeted The Muslim Brothers By Drinking Cold Drinks On The Occasion Of Eid.

કોમી એકતાનું ઉદાહરણ:પૂર્વ કચ્છના સામખિયાળીમાં હિન્દુ ભાઈએ ઈદ નિમિતે મુસ્લિમ ભાઈઓને ઠંડા પીણાં પીવડાવી શુભેચ્છા પાઠવી

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નમાઝ અદા કરીને આવતા ભાઈઓ માટે ઠંડાપીણાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી

કચ્છની કોમી એકતા સમગ્ર દેશમાં જાણીતી છે. અત્યાર સુધી બનેલી અનેક દુર્ભાગ્યવસ ઘટનાઓમાં કચ્છ હંમેશા બાકાત રહેતું આવ્યું છે તેનું કારણ છે અહીંનો ભાઈચારો અને એકમેકના ધર્મને સન્માન આપી એકતા બનાવી રાખવી. જેના અનેક ઉદાહરણો જિલ્લામાં સામે આવતા રહે છે. આજ પ્રકારનો કિસ્સો ભચાઉ તાલુકાના સામ ખીયાળી ગામેથી જાણવા મળ્યો છે. જ્યાં આહીર સમાજના સ્થાનિક અગ્રણી દ્વારા ઇદની નમાઝ અદા કરીને આવતા મુસ્લિમ ભાઈઓ માટે ઉનાળાની ગરમીમાં રાહત આપવા ઠંડાપીણાની વ્યવસ્થા ગોઠવી હતી. જેને બંન્ને સમાજના લોકોએ પ્રેમપૂર્વક ન્યાય આપ્યો હતો.

કચ્છના પ્રવેશદ્વાર સામખિયારી ખાતે ભચાઉ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય હરી હેઠવાડીયાએ આજે રમઝાન ઇદના દિવસે ગામના નવા બસ સ્ટેશન પાસે પોતાના ગેરેજ ખાતે નમાઝની ઇદ પઢીને આવતા મુસ્લિમ ભાઈઓ માટે ચા-પાણી અને ઠંડાપીણાંની સુંદર વ્યવસ્થા કરી હતી. દરેક હિન્દુ-મુસ્લિમ ભાઈઓને તેમણે આ અંગે ખાસ આમંત્રણ આપ્યું હતું. જેનો સ્વીકાર કરી હિન્દુ-મુસ્લિમ સમાજના ભાઇઓએ હર્ષભેર વધાવી લીધું હતું. આ વ્યવસ્થાએ ગામમાં કોમી એકતાની મિસાલ કાયમ કરી હતી.

આ વેળાએ સામખિયાળી મુસ્લિમ સમાજના પ્રમુખ એડવોકેટ દિનમામદ રાઉમા, પૂર્વ પ્રમુખ અબ્દુલ રાઉમા, અગ્રણી સલીમ રાઉમા, પૂર્વ મુતવલ્લી ગફાર માજોઠી, પંચાયત સદસ્યો જાનમામદ રાઉમા, ઉમેદ રાઉમા, યુવા ખેડુત અગ્રણી મુરજી બાળા, વેપારી ધનસુખ ઠક્કર, હાજી ગફુર ખત્રી, ભલુ રાઉમા, હીરા બાળા, ભીમા બાળા, નશા ભારમલ બાળા અને વિવિધ સમાજના અગ્રણીઓએ આ પહેલને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...