તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:ગ્રામ્ય વિસ્તારમાં GP ( જનરલ પ્રેક્ટિસનર ) અનેક શંકાસ્પદ કોરોના દર્દીને કરે છે સ્વસ્થનહીંતો હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ જાય !

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાએ વિશ્વભરના દેશોને બાનમાં લીધું છે. કચ્છમાં તાલુકા મથકોએ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ સિવાય કોરોનાનો ફેલાવો અટકાવવા ગ્રામ્ય વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા જનરલ પ્રેક્ટિસનરનો મોટો ફાળો છે. જેમાં ખાસ કરીને એમબીબીએસ , બીએએમએસ, બીએચએમએસ તેમના ગામ અને આસપાસના શંકાસ્પદ કોરોના કેસના લક્ષણ પરથી જ નિદાન કરી દવા આપી સ્વસ્થ કરી દે છે.

કચ્છમાં એક અંદાજ મુજબ દસેય તાલુકા અને તાલુકા મથક થઈને પાંચસોથી વધુ ક્લિનિક હશે. કોઈપણ વ્યક્તિને સામાન્ય બીમારી થાય તો ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરે છે. પ્રાથમિક લક્ષણો પરથી દવા અપાય અને ત્રણથી પાંચ દિવસમાં સ્વસ્થ થઈ જાય. એવી જ રીતે અઢીસો જેટલા આયુર્વેદ ક્લિનિક અને એકસો જેટલા હોમિયોપેથીક ક્લિનિકમાં સારવાર થતી હશે. આમ નાના નાના ગામડાઓના લોકો મુખ્ય શહેરની હોસ્પિટલોમાં ધસારો નથી કરતા. આઈએમએના પૂર્વ પ્રમુખ ડૉ. ક્રિપાલસિંહ જાડેજા કહે છે કે, હાલની સ્થિતિએ જોઈએ તો જિલ્લાના દૂર દૂરના ગામડામાં પ્રેક્ટિસ કરતા તબીબો આશીર્વાદરૂપ છે.

સરકાર પણ જ્યારે કહી રહી છે કે, સામાન્ય લક્ષણ હોય તો હોસ્પિટલમાં દાખલ નહિ થાવું, ત્યારે આવા નાના ક્લિનિક ખૂબ મદદરૂપ થાય છે. હા, એટલું ખરું કે, જો સારવાર બાદ પણ દર્દીની સ્થિતિમાં ફેર ન પડે તો જિલ્લા મથકે રિફર કરવા જોઈએ. ભુજના તબીબ ડૉ. રામ ગઢવી કહે છે કે, જનરલ મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ 1963 મુજબ આયુર્વેદ ક્લિનિક નિદાન કરી દવા લખી શકે છે.

આ ઉપરાંત આજકાલ ઘરગથ્થુ ઔષધ દ્વારા મહામારી પર કાબૂ મેળવી શકાય છે, ત્યારે દર્દી ઝડપથી સ્વસ્થ થાય છે. એક અંદાજ મુજબ દર સો દર્દીમાંથી ત્રીસને શંકાસ્પદ કોરોના લક્ષણ જોવા મળે છે. ખરેખર કોરોના ન હોય તો પણ ગભરાટને કારણે સમજી બેસે છે કે, કોરોના હશે. વાસ્તવમાં એવા દર્દી સ્થાનિકે જ સારવાર લઈ કવોરોનટાઈન થઈ જાય તો ભય ન ફેલાય.

સરકારી આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની સરાહનીય કામગીરી
હાલ પરિસ્થિતિ કાબૂ બહાર જાય તેવી સંભાવનાઓ વચ્ચે કચ્છમાં ખાનગી અને સરકારી રાહે ખંતથી કામ થઈ રહ્યું છે. સરકારી આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ કોરોના દર્દીને નિયમિત ચકાસણી, દવા આપવી કે ઘરે જઈને ટ્રીટમેન્ટ શરૂ કરી દે ત્યારે સરાહવા પડે. ગ્રામ્ય સ્તરે કોઈ ડર વગર ફરજને પ્રાથમિકતા આપીને કાર્ય કરતા ડોકટર અને સહ કર્મચારીઓ આ લડતના સાચા કોરોના વોરિયર્સ છે.

અન્ય સમાચારો પણ છે...