તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રવાણી ફળિયામાં બે નશેડી યુવકે ખુલ્લી તલવાર સાથે ભયનું વાતાવરણ ફેલાવ્યું

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાત્રે ઘર પાસે બેઠેલા લોકો ભારે ગભરાઇ જતાં પોલીસને જાણ કરી
 • સ્થાનિક સીસીટીવી ફુટેજ થકી પોલીસે આરોપીઓને ઓળખી દબોચી લીધા

ભુજના રવાણી ફળિયા જલારામ મંદિર પાસે રાત્રીના સ્થાનિક રહેવાસીઓ પરિવારજનો સાથે આંગણાની બહાર બેઠા હતા ત્યારે રાજા પાઠમાં આવેલા બે લૂખાઓએ નશાયુક્ત હાલતમાં ખુલ્લી તલવાર સાથે લટાર મારી બુમ બરાડા પાડી લોકોને ઘરમાં ચાલ્યા જવા ધાકધમકી કરતાં રહેવાસીઓમાં ભારે ભય ફેલાઇ જવા પામ્યો હતો. જો કે, પોલીસને ઘટનાની જાણ કરાતાં તાબડતોબ પોલીસ પહોંચી આવી હતી. નાસી છુટેલા બે શખ્સોને સ્થાનિક સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે ઓળખી કાઢી એ ડિવિઝન પોલીસે દબોચી લીધા હતા.

ઉનાળા દિવસના અસહય તાપ બાદ રાત્રીના નિરાંતની પળનો આનંદ લેવા લોકો ઠંડકમાં પરિવાર સાથે ઘર નીકળ છે તો, કેટલાક ફળિયામાં પોતાના ઘર પાસે મેળવડો કરીને બેઠા હોય બેઠા હોય છે. ભુજના રવાણી ફળિયામાં મંગળવારે રાત્રે રહેવાસીઓ બેઠા હતા ત્યારે અચાનક એક યુવક ખુલ્લી તલવાર સાથે ધસી આવ્યો હતો. અને ઘરમાં ચાલ્યા જાવ તેવી બુમો પાડીને મારી નાખુ કાપી નાખુ તેમ તલવાર ફરાવતાં લટાર મારીને લોકોને ભય બતાવ્યો હતો.

દરમિયાન કોઇ કે, પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી આવી હતી. જો કે, પોલીસ પહોંચે તે પૂર્વે બે શખ્સો નાસી ગયા હતા. પોલીસે સીસીટીવી ફેટેજના આધારે દાદુપીર રોડ પર રહેતા સાજીદ ઉર્ફે ભૂરો સાલેમામદ શેખ અને જાબીર અબ્દુલ સમા નામના બે શખ્સની ધરપકડ કરી લીધી હતી. રવાણી ફળિયામાં રહેતા ધર્મેન્દ્રભાઇ વિનોદભાઇ ભટ્ટીની ફરિયાદ પરથી આરોપીઓ વિરૂધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો