• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • In Ratnal Modsar, Until The Gandhinagar Squad Was Struck, The Vehicles Were Swept Away, Information Was Leaked And Given To The Mafias.

​​​​​​​કાયદાના રક્ષકો જ ફુટ્યા:રતનાલ-મોડસરમાં ગાંધીનગરની સ્કવોડ ત્રાટકી ત્યાં સુધી યંત્ર-વાહનો સગેવગે, માહિતી લીક કરી માફીયાઓને અપાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંજૂર થયેલી લીઝની નજીકમાં ખનન કરાતુ હોવાથી વાહનો ફેકટરી-વાડીઅોમાં છુપાવી દીધા

રતનાલ-મોડસર સીમમાં સામજીયારો વિસ્તારમાં અાવેલી અેક ચાઇનાકલેની લીઝ થોડા સમય પૂર્વે ભુજ તાલુકાના અેક સરપંચે ખરીદી કરી છે, ચાઇનાકલેની મંજૂર થયેલી લીઝ તેમજ બાજુના વિસ્તારમાંથી પ્રતિબંધિત બોક્સાઇટનું ગેરકાયદેસર ખનન થતુ હોવાથી શનિવારે રાત્રે ગાંધીનગરથી સ્કવોડ અાવી પહોંચી હતી, જો કે કાયદાના રક્ષકો જ ફુટી ગયા હોવાથી માહિતી લીક થઇ ગઇ હતી અને ખનીજ માફીયાઅો પોતાના યંત્ર-વાહનો સગેવગે કરી નાખ્યા હતા.થોડા દિવસ પૂર્વ રતનાલના હારી ચૂકેલા સરપંચ સાથે ભુજ તાલુકાના અેક સરપંચે અઢી કરોડ રૂપિયામાં સમાધાન કર્યો હોવા અંગે અહેવાલ પ્રકાશિત કરાયો હતો.

માજી ધારાસભ્યની લીઝ ખરીદી કર્યા બાદ તેમાંથી ચાઇનાકલેના બદલે પ્રતિબંધિત બોક્સાઇટનું ખનન થતુ હોવાથી મોડસર ગામના લોકો પણ ખનન પ્રવૃત્તિ બંધ કરાવવા માટે પહોંચ્યા હતા જો કે ભુજ તાલુકાના અા સરપંચે લોકોને દાદ અાપી ન હતી. બાદમાં શનિવારે મોડી રાત્રે ગાંધીનગરથી સ્ટેટ મોનીટરિંગ સેલની ટુકડી અા સીમમાં ત્રાટકી હોવાના અહેવાલ સાંપડયા છે. જો કે, સ્ટેટ મોનીટરિંગ સેલ દરોડો પાડે તે પૂર્વે જ ખનીજ માફીયાઅોના કાન સુધી વાત પહોંચી જતા નજીકમાં અાવેલી ફેકટરી અને વાડીઅોમાં યંત્ર તેમજ વાહનો સંતાડી દેવાયા હતા.

ગામ લોકોના કહેવાથી ખનન પ્રવૃત્તિ બંધ કરાઇ ન હતી પણ સ્ટેટ મોનીટરિંગ સેલ ત્રાટકે તે પહેલા જ ખનન પ્રવૃત્તિ બંધ થઇ ગઇ હતી. અેકાદ દિવસ ખનન પ્રવૃત્તિ બંધ થયા બાદ સોમવારથી ફરી છ-છ યંત્ર અને વાહનોથી ખનન પ્રવૃત્તિ શરૂ કરી દેવાઇ હતી.

કરોડો રૂપિયાનો વ્યવહાર કરી પ્રતિબંધિત બોક્સાઇટનું ખનન કરવામાં અાવી રહ્યું છે જેમાં રતનાલ-મોડસરથી લઇને જામનગર સુધી અા ગેરપ્રવૃત્તિ અંગે વ્યવહાર કરી તમામને સાચવી લેવાયા હોવાનું સુત્રોઅે કહ્યું હતું. નોંધનીય છે કે, અા લીઝ ચાઇનાકલેના ખનન માટે મંજૂર થયેલી છે પણ અાસપાસની જમીનમાં બોક્સાઇટની ખનીજ હોવાથી તેનું ગેરકાયદેસર ખનન કરી જામનગર પહોંચાડાય છે જેના માટે ટોપ ટુ બોટમ તમામને સાચવી લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.

મોડસર પંથકની બોક્સાઇટની માંગ પણ વધારે
કચ્છમાં અનેક ખનીજ સંપતી ધરબાયેલી છે પણ દરેક જમીનમાં જુદા જુદા ગ્રેડની ખનીજ હોય છે. અબડાસા અને લખપત પંથકમાં બોક્સાઇટ તેમજ બેન્ટોનાઇટ સારા ગ્રેડની હોય છે તો માંડવી પંથકમાં પણ અે ગ્રેડની ખનીજ જોવા મળે છે. ભુજ તાલુકાના ગામડાઅોમાં ચાઇનાકલેનો ગ્રેડ સારો છે અેમ રતનાલ-મોડસર સીમની ખનીજમાં બોક્સાઇટનો ગ્રેડ સારો છે જેનો ભાવ પણ વધારે છે. અા બોક્સાઇટને વોશ કર્યા બાદ રિકવરીમાં પણ સારો અેવો માલ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...