મેઘ મલ્હાર:રાપર, અંજાર અને અબડાસા તાલુકામાં મેઘરાજાએ ઝાપટાથી લઈ એક ઇંચ સુધી મહેર વરસાવી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજાર શહેરમાં બપોરે બે કલાકમાં એક ઇંચ વરસાદ

હવામાન વિભાગ દ્વારા અપાયેલી ભારેથી અતિ ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર સાબદુ બની ગયું હતું, પરંતુ આગાહીના બે દિવસ સામાન્ય વરસાદ પડ્યો હતો. જ્યારે આજે બપોરે અંજાર શહેરમાં બપોરે બે કલાકમાંથી સવા ઇંચ પાણી પડી ગયાનું જાણવા મળ્યું હતું.

વિશેષ જિલ્લાના પૂર્વ વિભાગના રાપર તાલુકાના આડેસર, ભીમાસર અને ખીરઈ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા જ્યારે અંજાર શહેરમાં બપોરે પડેલાં એક ઇંચ વરસાદથી જિલ્લામાં આ વર્ષે પડેલા વરસાદની સરેરાસમાં અવ્વલ બનાવી રાખ્યું છે.

બીજી તરફ પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના નલિયા અને આસપાસના ગામોમાં વરસાદ પડતાં લોકોએ ખુશીની લાગણી વ્યકત કરી હોવાનું રમેશભાઈ ભનિશાલીએ જણાવ્યું હતું.

જિલ્લામાં ભાદરવા માસની શરૂઆત છતાં અલગ અલગ તાલુકા વિસ્તારોમાં છૂટો છવાયો પણ વ્યાપક વરસાદ પડી રહ્યો છે અને આકાશ ગોરભાયેલું રહેતા વાતાવરણ વાદળછાયું બની રહેવા પામ્યું છે અને મેઘરાજા ગમે ત્યારે પોતાનો હેત વરસાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...